GujaratMehsanaNorth Gujarat

યુવક યુવતીએ કેનેડામાં પ્રેમ લગ્ન કર્યા તો અહીં યુવતીના પરિવારના લોકોએ યુવકના માતા પિતા પર કર્યો જીવલેણ હુમલો

પ્રેમમાં પડેલા યુવક અને યુવતી તેમના પરિવારજનોની મરજી વિરુદ્ધ જઈને પ્રેમ લગ્ન કરી લે ત્યારે બે પરિવારો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાતા હોય છે. આવું જ કંઈક મહેસાણા જિલ્લામાં સામે આવ્યું છે. જ્યાં યુવક અને યુવતીએ વિદેશમાં લગ્ન કર્યા તો અહીં યુવતીના પરિવારજનોએ યુવકના પરિવારજનો પર જીવલેણ હુમલો કર્યો હતો. તેમજ યુવકના ઘરમાં તોડફોડ કરીને બધુ વેર વિખેર કરી નાખ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, મહેસાણા જિલ્લાના વિજાપુર ખાતે આવેલ બિલિયા નામના ગામના એક યુવક તેની બાજુના ગામની એક યુવતી વચ્ચે પ્રેમ સંબંધ હતો તેથી તે બંનેએ એકબીજા સાથે કેનેડામાં લગ્ન કરી લીધા હતા. ત્યારે યુવતીના પરિવારજનો યુવકના માતા પિતાના ઘરે પહોંચ્યા હતા. અને ત્યાં જઈને કહ્યું કે તમારા દીકરાએ કેનેડામાં અમારી દીકરીની હત્યા કરી નાખી છે‘ અને બાદમાં 15 જેટલા લોકોના ટોળાએ યુવકના માતા પિતા પર જીવલેણ હુમલો કર્યો તેમજ તેમના ઘરમાં તોડફોડ કરીને બધું વેર વિખેર કરી નાખ્યું હતું.

તમને જણાવી દઈએ કે, હાલ તો યુવકના પિતાએ આ સમગ્ર મામલે લાડોલ પોલીસ સ્ટેશનમાં યુવતીના   પરિવાર તરફથી જે 15 જેટલા લોકોનું ટોળું હુમલો કરવા આવ્યું હતું તેમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.