AhmedabadGujarat

પતિએ પત્ની સાથે મશ્કરી કરવાની ના પાડતા ગુસ્સે ભરાયેલા આરોપીઓએ પતિનું કરી નાખ્યું ખૂન

શહેરના સરદારનગર વિસ્તારમા એક યુવકની હત્યાના કેસમાં પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો છે, પોલીસે આ ગુનાને અંજામ આપનાર બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આ બંને આરોપીઓ મૃતક યુવકની પત્ની સાથે મસ્તી કરી રહ્યા હતાં. અને આ વાતને લઈને બોલાચાલી થતા આરોપીઓએ ગુનાને અંજામ આપ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, 18મી જુનના રોજ સરદાર નગર વિસ્તાર ખાતે આવેલ સંતોષી નગર નાકા પાસે રાતના સમય દરમીહન ગોપાલ ઠાકોર નામના 32 વર્ષની ઉંમરના એક યુવકની હત્યા કરવામાં આવી હતી. જેમાં હિતેષ ઉર્ફે લાલો પરમાર તેમજ કિરણ ઉર્ફે ટીકડી તવર નામના બે યુવકોએ ગોપાલ ઠાકોરને છરીના ઘા માર્યા હોવાથી ગોપાલનું મોત નિપજ્યું હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું કે,સાંજના સમય દરમિયાન ગોપાલ ઠાકોર ની પત્ની તેના માતાના ઘરે હતી, તે દરમિયાન હિતેશ ઉર્ફે લાલુ પરમાર તેમજ કિરણ ઉર્ફે ટીકડી તવર ત્યાં આવીને ગોપાલની પત્ની સાથે મસ્તી કરવા લાગ્યા હતા.

ત્યારે ગોપાલે તે બંનેને તેની પત્ની સાથે મસ્તી કરવાની ના પાડી હતી. જે એ લઈને ગોપાલ ઠાકોર અને બંને આરોપીઓ વચ્ચે ઝઘડો થયો હતો. જે બાદ ત્યાંથી આ બંને આરોપીઓ જતા રહ્યા હતા. થોડા સમય પછી ઘરની બહાર ખાટલા ઉપર ગોપાલ ઠાકોર બેઠો હતો, તે સમયે હિતેષ ઉર્ફે લાલો પરમાર અને કિરણ ઉર્ફે ટીકડી તવર ત્યાં આવીને ગોપાલને બહાર રોડ પર લઈ ગયા હતા. થોડી વાર પછી કિરણ ઉર્ફે ટીકડી તવરે સંતોષી નગરના નાકે રોડ ઉપર ગોપાલ ઠાકોર ને પકડી રાખ્યો હતો અને હિતેશ ઉર્ફે લાલો પરમાર ધારદાર છરી થી ગોપાલ ઠાકોરના પીઠના ભાગ પર એક પછી એક ઘા મારી રહ્યો હતો. જેના કારણે ગોપાલ ઠાકોર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેનું મોત નીપજ્યું હતું.

તમને જણાવી દઈએ કે, આ સમગ્ર મામલે પોલીસ ફરીયાદ થતા પોલીસે પણ આ મામલે બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે. અને આ મામલે વધુ તપાસ હાતઃ ધરી છે.