AhmedabadGujarat

‘બિપોરજોય’ ક્યારે નબળું પડશે? હવામાન વિભાગે કરી આગાહી….

બિપોરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે થોડા જ સમયમાં ટકરાવવાનું છે. આ વાવાઝોડાના લીધે ગુજરાતને ભારે નુકસાનનો સામનો કરવો પડી શકે છે. જ્યારે આ વાવાઝોડાને લઈને હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા વાવાઝોડું ક્યારે શાંત પડશે તેને લઈને આગાહી કરવામાં આવી છે.

ભારતીય હવામાન વિભાગ દ્વારા બિપોરજોય વાવાઝોડું ગુરૂવારના એટલે આજે સાંજના શરૂ થશે અને મધ્યરાત્રિ સુધી તે ચાલતું રહેશે. આ પ્રક્રિયા લગભગ સાંજના છ વાગ્યાથી શરુ થવાનું અનુમાન છે. પશ્ચિમમાં માંડવી અને કરાચી વચ્ચેના જખાઉ બંદરની આજુબાજુ આ વાવાઝોડું ટકરાશે. તેની સાથે જ શુક્રવાર સવાર સુધીમાં પવનની ગતિ નબળી પડીને 70 થી 90 કિમીની પહોંચી જશે.

હવામાન વિભાગ મૃત્યુંજય મહાપાત્રા દ્વારા ચક્રવાતને લઈને જણાવવામાં આવ્યું છે. આ વાવાઝોડું ધીરે-ધીરે ઉત્તર-પૂર્વ તરફ સતત આગળ વધી રહ્યું છે. હાલમાં 120 થી 130 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ચક્રવાતના લીધે પવનની ઝડપ 115 થી 135 કિમી પ્રતિ કલાકની રહેવાની છે. બિપરજોય ચક્રવાત આજ સાંજના ગુજરાતની સરહદ પર ટકરાવવાનું છે. સમ્રગ રાત્રી બાદ સવાર સુધી પવનની ઝડપ 60 થી 70 કિમી પ્રતિ કલાક પહોંચે તેવી શક્યતા રહેલી છે. ચક્રવાતથી મોટાપાયે નુકસાન થવાની શક્યતા રહેલી છે.