છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી 41 હજાર જેટલી મહિલાઓ ગુમ થઇ હોવાના મીડિયા અહેવાલ પ્રગટ થયા પછી આ અંગે રાજ્ય પોલીસે સ્પષ્ટતા કરી છે કે મોટા ભાગના કેસ સોલ થઈ ગયા છે. અને માહિલાઓને પરત લાવી દેવામાં આવી છે. પરંતુ મીડિયા રિપોર્ટ્સને લોને ભાજપના નેતાને ચેન્નાઈમાં પત્રકારોએ સવાલ કરતા જ ભાજપના નેતા ઉશ્કેરાઈ ગયા હતા અને પત્રકારોને આતંકવાદીઓના એજન્ટ ગણાવી દીધા હતા.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી 41,000 જેટલી મહિલાઓ ગુમ થઇ હોવાના મીડિયા અહેવાલો પ્રગટ થયા હતાં. ત્યારે તમિલનાડુમાં આ મીડિયા અહેવાલના પડઘા પડ્યા છે. તામિલનાડુના ચર્ચિત બીજેપી નેતા એચ રાજા ધ કેરળ સ્ટોરી ફિલ્મનું સ્ક્રીનીંગ કર્યા પછી પત્રકાર પરિષદમાં પત્રકારોને સંબોધી રહ્યા હતા. તે દરમિયાન પત્રકારોએ જ્યારે આ મીડિયા અહેવાલોનો સંદર્ભ લઈને એચ.રાજાને ગુજરાતમાંથી ગુમ થયેલી મહિલાઓ પર સવાલો કરતા જ તેઓ ગુસ્સે થઈ ગયા હતા. અને સવાલનો જવાબ આપ્યા વિના જ પત્રકાર પરિષદ છોડીને જતા રહ્યા હતા.
નોંધનીય છે કે, ધ કેરળ સ્ટોરી ફિલ્મ રાજ્યના થિયેટરોએ બતાવવાનું બંધ કર્યા પછી હિંદુ સંગઠનો દ્વારા અદયરની એક મ્યુઝિક કોલેજમાં આ ફિલ્મનું ખાસ સ્ક્રીનીંગ રાખવામાં આવ્યું હતું. ભાજપના તમામ નેતાઓને આ ફિલ્મ ખાસ બતાવવાની હતી. ફિલ્મ જોયા પછી ભાજપના નેતા એચ રાજાએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં પત્રકારોએ ગુજરાતમાંથી ગુમ થયેલી મહિલાઓ અંગે પ્રસારિત થયેલ અહેવાલોને ટાંકીને એચ રાજાને સવાલ કરતા જ તેઓ ગુસ્સે થઈ ગયા હતા. અને પત્રકારોને એચ. રાજાએ તરત જ ISISના એજન્ટ અને હમદર્દ ગણાવી દીધા હતા.
તમને જણાવી દઈએ કે, ગુજરાતમાંથી વર્ષ 2016થી 2020 દરમિયાન 41 હજારથી પણ વધુ મહિલાઓ ગુમ થઇ હોવાના અહેવાલો બહાર આવ્યા પછી રાજ્ય પોલીસે આ અંગે સ્પષ્ટતા કરી છે. અને જણાવ્યું હતું કે, ગમ થયેલી માહિલાઓમાંથી 94.90% મહિલાઓને પરત લાવી દેવામાં આવી છે.