કોરોના વાયરસના કારણે સમગ્ર દુનિયામાં મોતનું તાંડવ થયું હતું. ત્યારે WHOએ કોરોનાને લઈને એક રાહત આપતી જાહેરાત કરતા કહ્યું કે, હવેથી કોવિડ 19 એ પબ્લિક ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી નથી રહી. ઈમરજન્સી કમિટીની 15મી બેઠકમાં કોવિડ 19ને લઈને આ મહત્વનો નિર્ણય લેવાયો છે. શુક્રવારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને જણાવ્યું હતું કે, કોરોના વાયરસમાં કારણે સમગ્ર વિશ્વમાં 6.9 મિલિયનથી વધુ લોકોના મોટ થયા છે.
WHOના જણાવ્યા અનુસાર, કોવિડને ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી 30 જાન્યુઆરી 2020ના રોજ ઘોષિત કરવામાં આવી હતી. જો કે, WHOએ એ વાત પણ સ્પષ્ટપણે જણાવી કે કોરોના હજૂ પણ ગ્લોબલ હેલ્થ થ્રેટ બનેલ છે. વધુમાં જણાવ્યું કે, કોરોનાને જ્યારે ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી ઘોષિત કરવામાં આવી હતી ત્યારે ચીનમાં 100થી પણ ઓછા કેસ નોંધાયા હતા અને કોઈના પણ મોત થયા નહોતા. પણ ત્રણ વર્ષ પછી આ આંકડો વધીને 70 લાખ સુધી પહોંચી ગયો છે. અમને લાગે છે કે, તેમાં આશરે 2 કરોડ લોકોનો જીવ ગયો છે.
WHOએ વધુમાં કહ્યું કે, છેલ્લા 1 વર્ષમાં કોરોનાના કેસમાં થયેલા ઘટાડાને જોતા પબ્લિક ગ્લોબલ હેલ્થ ઈમરજન્સીને હટાવવાનો નિર્ણય લેવાયો છે. સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે, કોવિડની અસરના કારણે સ્કૂલથી લઈને ઓફિસ બધું જ બંધ રહ્યું. અમે વિશ્વના તમામ દેશોની અર્થવ્યવસ્થાને ખૂબ મોટો ફટકો પડયો હતો.