અમદાવામાં બે મિત્ર દ્વારા મિત્રની હત્યા કરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. આ આરોપીઓના મિત્ત રબારી અને સિધ્ધરાજ દેસાઈ રહેલ છે. બન્ને આરોપીઓ મિત્રો રહેલા છે અને ભેગા મળી પોતાના જ મિત્રની હત્યા કરી નાખી હતી. અમદાવાદનાં ચાંદખેડા વિસ્તારમાં આવેલી આબુગીરી સોસાયટીમાંથી મિલન સુથાર નામનાં 19 વર્ષીય યુવકનું 29મી ફેબ્રુઆરીના રોજ અપહરણ કરવામાં આવ્યું હતું. પોતાના ઘરેથી બહાર નિકળ્યા બાદ લાંબા સમય સુધી પરત ન આવતા પરિવારજનો દ્વારા ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
ત્યાર બાદ પોલીસ દ્વારા મિલનની તપાસ કરતા તેની લાશ કડી પાસે આવેલ એક કેનાલમાંથી મળી આવી હતી. સોસાયટીમાં તપાસ કરતા મિલનના અન્ય મિત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તેમનો પુત્ર સોસાયટીમાં રહેનાર મિત્ત રબારી સાથે ગયો હતો. જાણકારી મુજબ, મિલનના પિતા મિત્ત રબારીના ઘરે જતા તેના પરિવાર ઘર બંધ કરી નાસી ગયો છે. પોલીસની શંકા વધુ પ્રબળ બનતા પુછપરછ કરવામાં આવી જેમાં સામે આવ્યુ હતું કે, મિત્તની બહેન સાથે વાતચીત કરવા બાબતમાં તેનો મિલન સાથે ઝઘડો થયો હતો. આ અગાઉ પણ મિલન સાથે બોલાચાલી થઈ હતી અને પોતાના અન્ય મિત્રો સામે મિલન નહી સુધરે તો તેને મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.
ઘટનાને લઈને વધુ જણાવી દઈએ કે, 29 મીના રોજ મિત્ત રબારી દ્વારા મિલન સુથાર ને ફોન કરી બોલાવવામાં આવ્યો અને સિધ્ધરાજ દેસાઈ સાથે મળીને તેને અડાલજ કેનાલ પર લઈ જવામાં આવ્યો હતો. ત્યાં બોલાચાલી કરી બહેન સાથે વાત કરવા અંગે ઝઘડો થયો હતો. તેમ છતાં મિલન સુથારે પુરાવા માંગી સામે તકરાર કરતા મિત્ત રબારી દ્વારા પોતાની પાસે રહેલી લાકડીથી મિલન સુથારને માથામાં ફટકો મારી દેતા તે બેભાન થઈ ગયો હતો. ત્યાર બાદ મિત્ત રબારી દ્વારા તેને કેનાલમાં ધક્કો મારી ત્યાંથી નાસી ગયો હતો.
તેની સાથે હત્યા કર્યા બાદ મિત્ત રબારી અને સિધ્ધરાજ દેસાઈ બન્ને પોતાના અલગ-અલગ પરિવારજનોના પરિજનોના ઘરે આશરો લેવા માટે ચાલ્યા ગયા હતા. પરંતુ કોઈ પણ દ્વારા તેઓને આશરો ના આપતા તે નાસતા ફરતા રહી રહ્યા છે. આ ઘટનાની જાણ થતા મિત્તના પરિવારજનો પણ ઘરમાં તાળુ મારીને નાસી ગયા હતા. એવામાં હવે આ મામલામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.