GujaratAhmedabad

અમદાવાદમાં પારિવારિક ઝઘડામાં મહિલાએ દીકરા, દીકરી અને પૌત્ર સાથે સાબરમતીમાં ઝંપલાવ્યું

અમદાવાદની સાબરમતી નદીથી મોટા સમાચાર સામે આવ્યા છે. એક પરિવાર દ્વારા સાબરમતી નદીમાં કૂદીને આપઘાતનો પ્રયાસ કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. તેમ છતાં, સ્થાનિક લોકો અને ફાયર બ્રિગેડ દ્વારા તમામ લોકોને બહાર કાઢીને જીવ બચાવી લેવામાં આવ્યો હતો. ચારેય લોકો નદીમાં કુદતા જ આજુબાજુના લોકો પણ તેમને બચાવવા માટે પહોંચી ગયા હતા. તે સમયે ત્યાં હાજર કિન્નરો પોતાની માનવતા બતાવીને પોતે પહેરેલી સાડી નદીમાં નાખીને પરિવારને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ પાલડી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ પણ નદીમાં કૂદકો લગાવી નાના બાળક સહિત ચાર લોકોને બહાર કાઢી તેમનો જીવ બચાવી લીધો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદના ચંદ્રનગર વોક વે પરથી ચાર લોકો નદીમાં કૂદયા હોવાની જાણકારી સામે આવી છે. જેમાં પારિવારિક ઝઘડામાં પત્ની પોતાના છ વર્ષના બાળક, તેની માતા અને ભાઈ સાથે રિવરફ્રન્ટ વોક-વે પર પહોંચી ગઈ હતી. આ ચારેય લોકો નદીમાં કૂદકો માર્યો તે સમયે આજુબાજુમાં રહેલા લોકો તેમને બચાવવા માટે ત્યાં આવી પહોંચ્યા હતા. તે સમયે ત્યાં હાજર કિન્નરો દ્વારા પોતાની માનવતા બતાવીને પોતે પહેરેલી સાડી નદીમાં નાખીને પરિવારને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ પાલડી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ પણ નદીમાં કૂદયા અને નાના બાળક સહિત ચાર લોકોને બહાર કાઢીને બચાવી લીધા હતા.

આ મામલામાં જાણકારી સામે આવી છે કે, અમદાવાદમાં ભૂદરપુરા વિસ્તારમાં રહેનાર 50 વર્ષના ચંપાબેન તેમની દીકરી રીનાબેન અને તેમનું છ વર્ષનું બાળક અને ચંપાબેનનો દીકરો ચંદ્રનગર રિવરફ્રન્ટના વોક-વે પરથી નદીમાં અચાનક કુદી ગયા હતા. પરંતુ તે સમયે સ્થાનિક લોકો દ્વારા તેમને બચાવવા માટે બૂમો પાડવામાં આવતા તે દરમિયાન નજીકમાં જ ઉભેલા કેટલા કિન્નરોએ પોતાની સાડી નદીમાં નાખીને આ પરિવારને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો અને બીજા અન્ય લોકો પણ નદીમાં કૂદતા ચારેયને સલામત રીતે બહાર કાઢી લેવાયા હતા. આ તમામને 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રાથમિક તપાસ કરીને પોલીસ સ્ટેશન લવાયા હતા. હાલમાં સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા ચારેય લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.