South GujaratGujarat

ગીર સોમનાથના કોડીનારમાં મહિલાની છરીના ઘા ઝીંકી પાડોશી દંપતીએ કરી હત્યા

રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અવારનવાર રાજ્યમાં હત્યાની ઘટના સામે આવી રહી છે. એવામાં આવી જ એક બાબત ગીર સોમનાથ જિલ્લાના કોડીનારથઈ સામે આવી છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર સ્થિત ખાનગી સિમેન્ટ કંપનીની રેલવે કોલોની આવેલ છે જેને બિહારી કોલોની તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાં કચરો નાખવા જેવી સામાન્ય બાબતમાં બે મહિલા વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. આ ઝઘડો વધુ ઉગ્ર બનતા એક મહિલાનાં પતિ દ્વારા પાડોશી મહિલા સંજુકુમારીની છરી મારીની હત્યા કરી નાખવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ મામલામાં કોડીનાર પોલીસ દ્વારા મૃતક મહિલાના પતિની ફરિયાદ પરથી હત્યારા પતિ-પત્નીની ધરપકડ કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં આવેલ ખાનગી સિમેન્ટ કંપનીની રેલવે કોલોનીમાં રહેનાર હેમંતકુમાર યાદવની પત્ની સંજુકુમારી યાદવ બપોરના સમયે ઘરે રહેલા હતા. તે સમયે સંજુકુમારી યાદવનો પાડોશમાં રહેનાર ગુડિયાદેવી સાથે કચરો નાખવા જેવી બાબતમાં ઝઘડો થયો હતો. આ ઝઘડો વધુ ઉગ્ર બનતા ગુડિયાદેવીનાં પતિ વિદ્યાસાગર વર્મા દ્વારા ગુસ્સામાં આવી સંજુકુમારી ઉપર છરીનાં ઘા મારી દેવામાં આવ્યા હતા. ત્યાર બાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત સંજુકુમારીને અંબુજા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તે દરમિયાન ફરજ પર રહેલા તબીબ દ્વારા મહિલાને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

તેની સાથે આ ઘટના ઝઘડામાંથી હત્યામાં ફેરવાતા પલટાતા પોલીસને જાણ કરવામાં આવી અને મહિલાના મૃતદેહને પી. એમ. અર્થે કોડીનાર સરકારી દવાખાને મોકલી દેવાયો હતો. આ મામલામાં કોડીનાર પોલીસ દ્વારા મૃતક મહિલા પર હુમલો કરનાર પતિ-પત્ની વિદ્યાસાગર અને ગુડિયાદેવીને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની સામે આઈપીસીની કલમ 302, 323,114 અને જીપી એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.