GujaratAhmedabad

કોરોનાને લઈને ચિંતાજનક સમાચાર, છેલ્લા 24 કલાકમાં નોંધાયા અધધધ કેસ…..

રાજ્યમાં ધીરે-ધીરે કોરોનાનો કહેર વધતો જોવા મળી રહ્યો છે. કેમકે દિવસે-દિવસેને કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ચિંતાવધારનાર કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 364 કોરોનાના કેસ સામે આવ્યા છે. સોમવાર કરતા મંગળવારના કેસોમાં વધારો જોવા મળ્યો છે. સોમવારના રાજયમાં 212 કોરોનાના કેસ સામે આવ્યા હતા.

તેની સાથે અમદાવાદવાસીઓને ચિંતા કરવાની જરૂર છે કેમકે અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના કેસ સામે આવ્યા છે.   ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 148 કેસ સામે આવ્યા છે જેમાં એક દર્દીનું મોત નીપજ્યું છે. જ્યારે મહેસાણામાં 36 કેસ નોંધાયા છે. આ સિવાય વડોદરામાં 40, સુરતમાં 36, પાટણમાં 15, વલસાડમાં 11, આણંદ અને ભરૂચમાં 9-9, રાજકોટમાં 11, ગાંધીનગરમાં 9, સાબરકાંઠામાં 9, મોરબી અને નવસારીમાં પાંચ-પાંચ, કચ્છમાં 4, ગીર સોમનાથમાં 2, અમરેલીમાં, સુરેન્દ્રનગર, મહીસાગર, પોરબંદરમાં 1-1 કોરોનાનો કેસ નોંધાયો છે.

 

ગુજરાતમાં કોરોનાના કેસની વાત કરીએ તો હાલમાં ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ 1947 રહેલા છે, જેમાં ત્રણ દર્દી વેન્ટીલેટર પર રહેલા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો આંકડો 12 લાખ 72 હજાર 480 લોકો થયો છે. જ્યારે કોરોનાને લીધે અત્યાર સુધી 11 હજાર 63 લોકોના મોત નીપજ્યા છે. ગુજરાતનો રિકવરી રેટ 98.99 ટકા રહ્યો છે. આ બધાની વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યા છે કે, છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 348 લોકો સાજા થયા છે.