GujaratAhmedabad

અમદાવાદમાં WWE જેવી રેસલિંગ નો ઈવેન્ટ : આ તારીખના 25 રેસલર સામ-સામે ટકરાશે

અમદાવાદવાસીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. કેમકે અમદાવાદમાં WWE જેવા ઇવેન્ટના આયોજનના સમાચાર સામે આવ્યા છે. આ રેસલિંગની વાત કરીએ તો, આ ઇવેન્ટમાં દુનિયાભરના રેસલરો ભાગ લેતા હોય છે. જયારે આ ઇવેન્ટની વાત કરીએ તો આ ઇવેન્ટ ઈવેન્ટ મોટાભાગે અમેરિકા, યુરોપ અને એશિયાના અમૂક જ દેશોમાં યોજાતા હોય છે. પરંતુ હવે WWE જેવા ઇવેન્ટનું આયોજન અમદાવાદમાં કરાયું છે.

પ્રાપ્ત માહિતી મુજબ, આગામી 25 મી ફેબ્રુઆરીના રોજ શહેરના SG હાઈવે પરના RM ફાર્મમાં WWE જેવી રેસલિંગ ઈવેન્ટ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશભરના 25 જેટલા રેસલરો એક બીજા સામે ટકરાવાના છે. આ ઈવેન્ટ સાંજે 6 થી 10 વાગ્યા સુધી ચાલવાનો છે. તેની સાથે 10 હજારથી વધુ લોકો જોઈ શકે તેવા પ્રકારનું આયોજન કરાયું છે. ફાઈટ જોવા માટે લોકોને 299 થી લઈને 4999 સુધી રૂપિયા ખર્ચ કરવા પડશે. ઈવેન્ટમાં વિજેતા બનનાર રેસલરને અંદાજીત 6 થી 7 લાખ રૂપિયાનો બેલ્ટ અપાશે.

તમને જણાવી દઈએ કે, ટીવી પર WWE લગભગ તમે બધા જોઈ જ હશે. આ ગેમમાં એક પ્રકારની કુસ્તી સમાન જ હોય છે. જેમાં બે રેસલર એકબીજાથી ટકરાતા હોય છે. જ્યારે આ ગેમ્સ ખુબ જ લોકપ્રિય પણ છે. એવામાં આ પ્રકાર ગેમનું આયોજન અમદાવાદમાં કરાઈ રહ્યું છે. જ્યારે પાટણના બે રેસલર ભાઈઓ દ્વારા અમદાવાદમાં પ્રથમ વખત આ રેસલર ગેમનું આયોજન કરાયું છે.