AhmedabadGujarat

પ્રેમી માટે પતિ સાથે છૂટાછેડા લેવા પરણીતાને પડ્યા ભારે, સમગ્ર અહેવાલ વાંચીને તમે પણ ચોંકી ઉઠશો

આજ કાલ લગ્ન પછી બીજા વ્યક્તિ સાથે પ્રેમ સબંધનો કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આવા કિસ્સાઓને કારણે ઘણી વખત પરણિત મહિલાઓએ ખૂબ મોટી પરેશાની ભોગવવી પડતી હોય છે. ત્યારે આવું જ કંઈક અમદાવાદ શહેરમાં સામે આવ્યું છે. જ્યાં એક પરિણીત સ્ત્રી અને અન્ય એક પરિણીત યુવક વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. અને પછી બંનેએ એક બીજા સાથે શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા. પરંતુ આગળ જતા પરિણીતાના પતિએ તેને છૂટાછેડા આપ્યા અને પ્રેમીએ તેને છોડી દીધી જેના કારણે પરિણીતા હાલ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. અને તેણે આ મામલે તેના પ્રેમી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના ઠક્કરનગર વિસ્તારમાં વસવાટ કરતી 28 વર્ષની ઉંમરની એક યુવતીના લગ્ન 2012માં થયા હતા. લગ્ન પછી તે તેના પતિ સાથે નરોડા વિસ્તારમાં રહેતી હતી. પરિણીતાને લગ્ન પછી એક પુત્ર અને એક પુત્રીનો જન્મ થયો. પરિણીતાને જુગારની લત હતી. અને જુગાર રમતી વખતે એક વર્ષ પહેલાં જુહાપુરા વિસ્તારના મુસ્તકીમ પઠાણ નામના એક વ્યક્તિ સાથે તેની મુલાકાત થઈ હતી. ત્યારબાદ બંને પરિણીત હોવા છતાં એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. અને શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા. આ દરમિયાન પરણિત યુવતીએ તેના પ્રેમીને લગ્ન કરવાનું કહેતા યુવકે કહ્યું કે તું તારા પતિ સાથે છૂટાછેડા લઇ લે પછી આપણે બંને લગ્ન કરી લઈશું.

ત્યારે યુવતીએ પોતાના પતિને બધી જ હકીકત જણાવીને છૂટાછેડા લેવા જણાવ્યું હતું. ત્યારે યુવકે યુવતીને એક હોટલમાં લઈ જઈને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતી. ત્યાર પછી યુવતી લગ્નના વાત કરવા યુવકના ઘરે પહોંચી તો માલુમ પડ્યું કે તે રાજસ્થાનમાં કૂ વ્યસન મુક્તિ કેન્દ્રમાં ગયો છે. યુવક જ્યારે ઘરે આવ્યો ત્યારે તેણે યુવતીને ઘરે બોલાવીને શારીરિક સંબંધની માંગણી કરી હતી. જો કે, યુવતીએ ના પાડીને લગ્નની વાત કરતા જ યુવક ગુસ્સે થઈ ગયો અને કહ્યું કે આજ પછી મને બોલાવતી નહીં. અને બાદમાં તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું.

નોંધનીય છે કે, મુસ્તકીમે લગ્ન કરવાની ના પાડી દેતા યુવતીના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. ત્યારે હાલ તો યુવતીએ આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તો પોલીસે પણ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે