AhmedabadGujarat

તમરા હાથમાંથી સુગંધ આવે છે કહીને દિલ્હીના એક યુવકને લૂંટી લીધો, પોલીસે ગણતરીના કલાકોમાં જ કરી ધરપકડ

રાજ્યમાં ચોરી અને લૂંટના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં વધુ એક ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. દિલ્હીથી કામ અર્થે અમદાવાદ આવેલ એક યુવકને બેભાન કરીને ચોરી કરી હતી. ત્યારે આ સમગ્ર મામલે પોલોસ ફરિયાદ થતા પોલીસે આ કેસના બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. અને આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર,દિલ્હીની ઓબિટી ટેક્સટાઇલ કંપનીનો માર્કેટિંગ મેનેજર મુકેશ કુકરેતી એક મહિના અગાઉ કામ અર્થે અમદાવાદ આવ્યો હતો. આ એ તે શહેરના નારણપુરા વિસ્તાર ખાતે આવેલી એક હોટલમાં રોકાયો હતો. અમદાવાદમઆ પોતાનું કામ પતાવીને મુકેશ બીજ દિવસે વડોદરા જઇ રહ્યો હતો. ત્યારે તે ચાલીને હોટલથી મેટ્રો સ્ટેશન બાજુ જઈ રહ્યો હતો તે દરમિયાન અચાનક એક કાર ચાલકે મુકેશ પાસે આવ્યો અને તેને સરનામું પૂછવા નું બહાનું કાઢીને મુકેશ પાસે પોતાની કાર ઊભી રાખી હતી. તે દરમિયાન કાર ચાલકની બાજુની સીટ પર બેઠેલા વ્યક્તિએ મુકેશ નો હાથ પકડીને કહ્યું કે, તમારા હાથમાંથી ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે. ત્યારે મુકેશ પણ એ ભાઈની વાત સાચી માનીને પોતાનો હાથ સુંઘવા ગયો હતો. અને બાદમાં તે બેભાન થઈ જતા કાર ચાલકે મુકેશે હાથમાં પહેરેલી સોનાની વિટી તેમજ તેની પાસે રહેલ 18 હજાર રૂપિયા રોકડા લઇને ત્યાંથી નાસી છૂટ્યા હતા.

નોંધનીય છે કે, મુકેશએ દિલ્લી પહોંચી આ સમગ્ર મામલે ઓનલાઇન અરજી કરી હતી. અને એક મહિના પછી આ સમગ્ર મામલે ફરીયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં જ ચોરી કરનાર બંને આરોપીઓની ધરપકડ કરી હતી. પકડાયેલા બંને આરોપીઓમાંથી એકનું નામ પ્રકાશ મદારી અને બીજાનું ગોવિંદ મદારી છે. ગોવિંદ મદારીએ સાધુ બાવાની જેમ પોતાના આખા શરીર ઉપર ભભૂત લગાડી હતી. અને પોતાના હાથમાં અત્તર જેવુ એક સુગંધિત પ્રવાહી છાંટી રાખ્યું હતું કે જેનાથી તે સામે વાળી વ્યક્તિને બેભાન કરી શકે. આમ આ બંને ભાઈઓએ મુકેશને બેભાન કરીને તેની પાસેથી ચોરી કરી હતી.