અમેરિકાથી માતા-પિતા સાથે વીડિયો કોલમાં વાત કરી રહ્યો હતો તે જ દરમિયાન 14 ગાડીઓ ફરી વળતા પાટણના યુવકનું મોત
પાટણ જિલ્લા આ ટી.બી ત્રણ રસ્તા ખાતે આવેલી શિવકૃપા સોસાયટીમાં વસવાટ કરતા અને સરસ્વતી તાલુકાના ખોડાણા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા રમેશભાઈ ઠક્કર નો નાનો પુત્ર દર્શિલ 9 એપ્રિલ 2023ના રોજ ટુરિસ્ટ વિઝા પર અમેરિકા ફરવા ગયો હતો. અને 26 સપ્ટેમ્બરના રોજ દર્શીલ તેના ઘરે પરત ફરવાનો હતો. પરંતુ તે અમેરિકાથી ઘરે આસ તે પહેલા અમેરિકામાં જ તેનો કાળ સાથે ભેટો થઇ ગયો છે.
ઉલ્લેખનિય છે કે, 31 જુલાઇના રોજ સાંજના સમયે અમેરિકાના હ્યુસ્ટન ટેક્સાસ માં દર્શિલ ઠક્કર વોકિંગ પર નીકળ્યો હતો. ત્યારે તે તેનાં માતા પિતા સાથે વીડિયો કોલમાં વાતચીત કરતો હતો. આ દરમિયાન રોડ પર સિંગ્નલ બંધ હોવાથી દર્શિલ રોડ ક્રોસ કરી રહ્યો અને ત્યાં જ અચાનક સિગ્નલ ખૂલી જતા 14 જેટલી ગાડીઓ ફૂલ સ્પીડમાં દર્શિલ પરથી નીકળી ગઇ હતી. ત્યારે દર્શીલ ગાડીઓના ટાયરથી ઘસડાઈને થોડે દુર પડ્યો હતો અને તેનું નીપજ્યું હતું.
નોંધનીય છે કે, અકસ્માતમાં દર્શિલનું મોત થતા તેના મૃતદેહ ને ભારત લાવવા માટે તેના પરિવારે વડાપ્રધાન, મુખ્યમંત્રી સહિત અનેક નેતાઓને રજુઆત કરી હતી. ત્યારે સરકારે આ માટે સહકાર પણ આપ્યો હતો. જો કે, આમેરિકના ડોક્ટરોએ જણાવ્યું હતું કે દર્શિલનો મૃતદેહ અમેરિકાથી ભારત લઇ જવાની હાલતમાં નથી. જેથી હવે અમેરિકામાં જ દર્શિલના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.