હાલના સમયમાં યુવાઓમાં સોશિયલ મીડિયા પર વાયરલ થવાનો અનોખો ક્રેઝ રહેલો છે. તેના માટે યુવાઓ કંઈપણ કરી નાખતા હોય છે. એવામાં અમદાવાદમાં એવો જ એક મામલાઓ સામે આવ્યો છે. અમદાવાદના નિકોલ રીંગ રોડ પર મોડી રાત્રી ચાલુ બાઇક પર યુવક અને યુવતી અશ્લિલ હરકતો કરતાનો એક વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ જતા પોલીસના હાથે લાગી ગયો હતો. ત્યાર બાદ આ વિડીયોને ધ્યાનમાં લેતા પોલીસ દ્વારા બાઈક ચાલકની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે યુવતી ની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
તમને જણાવી દઈએ કે, અમદાવાદ શહેરના નિકોલ રીંગ રોડ પર ગત 25 ફેબ્રુઆરીના રોજ મોડી રાત્રી ચાલુ બાઈક પર અશ્લિલ ચેન-ચાળા કરતા યુવક-યુવતીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વાયરલ વિડીયોમાં જોવા મળી રહ્યું હતું કે, એક બાઇક ચાલક તેના બાઇકના ફ્યુઅલ ટેન્ક ઉપર એક યુવતીને બેસાડી તેની સાથે ચાલુ બાઇકમાં બંને દ્વારા અશ્લિલ હરકતો કરવામાં આવી રહી હતી.
પોલીસ દ્વારા આ વિડીયો ને ધ્યાનમાં લેતા પોલીસ દ્વારા બાઈક નંબરના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. તેના લીધે પોલીસ દ્વારા બાઈક ચાલક ની ખાનગી રીતે તપાસ કરી બાઈક ચાલક યુવકનું નામ વિવેક મહેશ કુમાર હોવાનું સામે આવ્યું હતું. જ્યારે તે અમદાવાદ ના કુબેરનગર વિસ્તારમાં રહેતો હોવાની જાણકારી સામે આવી હતી. તેના લીધે પોલીસ દ્વારા તેના ઘરે જઈ બાઈક ચાલકની ધરપકડ કરી લેવામાં આવી હતી. તેની સાથે બાઇકને ડિટેઇન પણ કરી લેવામાં આવ્યું છે. જ્યારે યુવતીની આ મામલામાં તપાસ હાથ ધરવામાં આવી છે.