GujaratAhmedabad

સાણંદમાં પત્ની અને સાસરિયાના ત્રાસના લીધે યુવકે કરી આત્મહત્યા, સાત સામે ફરિયાદ

રાજ્યમાં સતત આત્મહત્યાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે આજે આવી એક ઘટના સાણંદથી સામે આવી છે. બાવળાના કાવિઠા ગામના મૂળ અને સાણંદ શહેરના નળ સરોવર રોડ પર રહેનાર 30 વર્ષીય યુવક દ્વારા પત્ની અને સાસરીયાના માનસિક ત્રાસના લીધે સાણંદના બાયપાસ રોડ પર રિક્ષામાં બેસી દવા પીને આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યું દીધું હતું. આ મામલામાં મૃતકની પત્ની સહિત સાસરીયા વિરુદ્ધ સાણંદ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસ દ્વારા 7 ઇસમો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

તેની સાથે બાવળાના કાવિઠા ગામના કાંતિભાઈ ગોવીંદભાઈ મકવાણાનો 30 વર્ષીય પુત્ર રાહુલનાં લગ્ન અંદાજે 2010 માં ધોળકાના બદરખા ગામના અંબાલાલ ઉકાભાઇ ઝાલાની દીકરી લક્ષ્મીબેન સાથે થયા હતા. જ્યારે રાહુલ તેની પત્ની તથા 2 દિકરા સાથે ગત વર્ષે 2015 થી સાણંદમાં આવેલ નરનારાયણ સોસાયટીમાં પરિવાર સાથે રહી રહ્યા હતા. તેઓ રિક્ષા ડ્રાઇવિંગ તેમજ સાણંદ પોલીસ સ્ટેશન ખાતે જીઆરડી સભ્ય તરીકે નોકરી કરી રહ્યા હતા. તારીખ 20 જાન્યુઆરીના રોજ સાંજે સાણંદના નળ સરોવર રોડ રિલાયન્સ બાયપાસરોડ ઉપર રિક્ષામાં દવા પી લીતા રાહુલના સબંધીઓએ થતા તાત્કાલિક સાણંદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને ગયા હતા અને રાહુલના કાવિઠા ગામમાં રહેનાર પરિવારને જાણ કરવામાં આઈ હતી.

તેની સાથે વધુ સારવાર માટે રાહુલને શીલજની ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. જ્યારે રાહુલનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બીજી તરફ ઘટનાને લઈને પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો. તેની સાથે રાહુલની સ્યુસાઈડ નોટ જપ્ત કરવામાં આવી હતી. ઘટનાને લઈને કાંતિભાઈ ગોવીંદભાઈ મકવાણા દ્વારા સાણંદ પોલીસમાં અંબાલાલ ઝાલા, સવિતાબેન અંબાલાલ ઝાલા, લાલો ઉર્ફે પ્રવિણભાઇ અંબાલાલ, અજીતભાઇ અંબાલાલ, લક્ષ્મીબેન રાહુલભાઇ મકવાણા, છોટુભાઇ ને ગીતાબેન વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસ દ્વારા ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રાહુલ દ્વારા સ્યુસાઈડ નોટમાં જણાવવામાં આવ્યું છે કે, “આ મારુ દુઃખ છે અને હું મારી સાસરીનાં દબાણના લીધે દવા પી રહ્યો છું મારી પત્ની મારૂ કેવું માનતી નથી અને તેને મોટાભાઈએ કીધુ હતું કે, તને તારો ઘરવાળો મારઝુડ કરે તો અહી ટુ આવતી રહેજે. કાલે લગ્નમાં જવાની મેં ના પાડી એટલે મને તે કહે છે કે, તું મરી જા તોય હું જવાની હું તેના માટે ઘર મુકીને બહાર રહેવા માટે આવ્યો અને એ મને કહે છે તું મરી જા અને મને ગાળો બોલી એટલે હવે હું મારું જીવન ટૂંકાવવું છું. તેમાં મારા સાસુ-સસરા, બે સાળા આ બધાને સજા થવી જોઇએ. મારી પત્નીને સજા થવી જોઇએ. મારા 2 છોકરા મારા માતા-પિતાને સોંપી દેવામાં આવશે. મારી પત્ની એટલે કે લક્ષ્મીને કાવીઠા ગામમાં પછી ક્યારેય આવવા ના દેતા. મે એક એફડી મારા સાઢુભાઈનાં ત્યાં 60 હજારની મુકેલ છે. તે મારા 2 દીકરાને આપી દેજો. તેની સાથે મને મારી પત્ની મા-બેન હમાણી ગાળો બોલી એટલે હવે મારે જીવવા માટે ક્યાંય પણ રહ્યું નથી. તેને ભાઇ બહેન વહાલા છે એટલે હું આત્મહત્યા કરી રહ્યો છું.