AhmedabadGujaratIndiaNews

યુવતીને લગ્નની લાલચ આપી અમદાવાદ રિવરફ્રન્ટમાં જ યુવકે દુષ્કર્મ આચર્યું, જાણો વધુ વિગતે

આજકાલ લગ્નની લાલચ આપી દુષ્કર્મની ઘટના દિન-પ્રતિદિન વધતી જાય છે,આવો જ એક કિસ્સો અમદાવાદ રિવરફ્રન્ટથી સામે આવ્યો છે,જ્યાં યુવકે યુવતીને લગ્નની લાલચ આપી યુવતી સાથે ઘણી વાર સંબંધ બાંધ્યા હતા.માહિતી અનુસાર જણાવીએ તો ૧૯ વર્ષીય આ યુવતી શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી હોવાનું જાણવા મળ્યું છે.

જે ઇન્કમટેક્ષ ખાતે એક ખાનગી ઓફિસમાં નોકરી કરતી હતી.આ દરમિયાન મનીષ કોરી નામના યુવક સાથે મિત્રતા બંધાઈ.પછી તો યુવકે આ યુવતીને લગ્નની લાલચ આપી અલગ-અલગ જગ્યાએ આ યુવતી સાથે દુષ્કર્મ ગુજાર્યો હતો.ફરિયાદના આધારે જણાવીએ તો આ યુવતી મનીષ કોરી નામના યુવક સાથે વાત કરવા માંગતી નહોતી.

પરંતુ યુવકના દબાણ હેઠળ યુવતીને આ પ્રેમ લગ્નની જાળમાં ફસાવતો હતો,યુવક કહેતો હતો કે તું મારી સાથે વાત કર નહિતર હું મરી જઈશ,હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું આવી ધમકીઓ આપી યુવતી સાથે અલગ-અલગ જગ્યાએ દુષ્કર્મ આચર્યું હતું.ત્યારબાદ યુવતીએ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી યુવક સામે કાયદેસરની કાર્યવાહી તપાસ હાથધરી છે.