AhmedabadGujarat

દિગ્ગજ નેતા વિપુલ ચૌધરી સહિત 15 આરોપીઓને સાગર દાણ કૌભાંડમાં 7 વર્ષની કેદ

મહેસાણાની દૂધસાગર ડેરીમાં સાગર દાણ કૌભાંડને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મહેસાણા ચીફ કોર્ટ દ્વારા સાગર દાણ કૌભાંડ માં વિપુલ ચૌધરી સહિત 15 આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. ત્યાર બાદ આ તમામા આરોપીઓને કોર્ટ દ્વારા તમામને સાત વર્ષની સજા ફટકારવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, સાગર ડેરી માંથી વર્ષ 2013 માં 22.50 કરોડ નું સાગરદાણ મહારાષ્ટ્ર મોકલવાની બાબતમાં કુલ 22 આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. 22 આરોપીઓમાંથી ત્રણ આરોપીઓના મૃત્યુ થઈ ગયા છે. જ્યારે કૌભાંડ કેસમાં સંડોવાયેલા ચાર કર્મચારીઓને દોષમુક્ત જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે આ મામલામાં 15 ઓરોપીઓ ને દોષિત જાહેર કરવામાં આવ્યા છે.

આ મામલાની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં દૂધસાગર ડેરી માંથી સાગર દાણ મોકલવામાં આવ્યું હતું. કોઈ પણ મંજૂરી વગર સાગર દાણ મહારાષ્ટ્ર મોકલવામાં આવ્યું હતું. તેના લીધે ડેરીને રૂપિયા 22.50 કરોડનું નુકસાન પહોંચ્યું હતું. તત્કાલિન કૃષિ મંત્રી શરદ પવારને રિઝવવા માટે સાગરદાણ મોકલવાનો આક્ષેપ રહેલ છે.

જાણકારી મુજબ, વિપુલ ચૌધરીને NDDB ના ચેરમેન બનવાની ઇચ્છા રહેલી હતી. તેના લીધે તે સમયે કૃષિ મંત્રી શરદ પવારને રિઝવવા માટે સાગરદાણ મોકલવાનો આક્ષેપ તેમના પર લાગેલો હતો.. મહારાષ્ટ્રમાં દુકાળ નું કારણ આગળ ધરી ને દૂધ સાગર ડેરી માંથી મહારાષ્ટ્રની મહાનંદા ડેરીને સાગરદાણ મોકલવામાં આવ્યું હતું. આ બાબતમાં કોઈપણ જાતની મંજૂરી લીધા વગર આ કામ કરવામાં આવ્યું હતું.  GMMFC ની મંજૂરી વગર જ સાગરદાણ મોકલવામાં આવ્યું હતું.

સાગરદાણ મોકલવા બાબતમાં 17 ઓગસ્ટ 2018 ના રોજ વિપુલ ચૌધરીને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. ત્યાર બાદ 30 દિવસમાં વિપુલ ચૌધરીને રકમ પરત કરવા આદેશ કરવામાં આવ્યો હતો. તેની સાથે જ વિપુલ ચૌધરીને ડેરીની ચૂંટણી લડવા પર પ્રતિબંધ પણ લગાવી દેવામાં આવ્યો હતો.. પ્રતિબંધ હોવા છતાં વિપુલ ચૌધરી ડેરીની ચૂંટણી પણ લડ્યા હતા. ચૂંટણી લડી વિપુલ ચૌધરી ડેરીના ચેરમેન પણ બની ગયા હતા. ચેરમેન બન્યા બાદ હાઇકોર્ટના આદેશથી તેમને બરતરફ કરી દેવામાં આવ્યા હતા. વિપુલ ચૌધરી રાજયની સરકારમાં ગૃહમંત્રી પણ રહેલા હતા. વિપુલ ચૌધરી ભાજપમાંથી વિધાનસભાની ચૂંટણી પણ લડ્યા હતા. ભાજપમાં હતા ત્યારે GMMFC ના ચેરમેન પણ રહી ચુક્યા હતા.