GujaratAhmedabad

લગ્નના ૧૫ દિવસ અગાઉ યુવક દ્વારા લગ્નની ના પાડતા યુવતીએ કરી આત્મહત્યા

રાજ્યમાં દરરોજ આત્મહત્યા ના કેસમાં વધારો થઇ રહ્યો છે. જેને લઈને કોઈ શંકાની બાબત નથી, તેમાં પણ ખાસ કરીને યુવાનો દ્વારા આત્મહત્યાના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. જે કોઈને કોઈ કારણોસર આત્મહત્યા કરી લેતા હોવાનું સામે આવતું રહે છે. જેને લઈને પોલીસમાં અનેક ફરિયાદો આવતી રહે છે જેમાં પણ રાજ્યમાં ખાસ કરીને રાજ્યના મોટા શહેરોમાં સૌથી વધુ ફરિયાદ સામે આવતી રહે છે. રાજ્યમાં હાલના સમયમાં યુવાધન બરબાદ થઇ રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે હાલમાં રાજ્યમાં યુવાન યુવકોના આપઘાત ના બનાવો પણ વધારો થઇ રહ્યો છે, જેના અવારનવાર કિસ્સાઓ સામે આવતા રહે છે. ત્યારે આજે વધુ એક બનાવ સામે આવ્યો છે. આ બનાવ વડોદરા શહેરથી સામે આવ્યો છે.

વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં રહેનારી એક યુવતી દ્વારા આત્મહત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ મામલામાં બાપોદ પોલીસ દ્વારા તેના મંગેતર અને તેના સંબંધીઓ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, મૃતક વંદના રોહિત દ્વારા પોતાના ઘરમાં જ આત્મહત્યા કરી લેવામાં આવી હતી. તેના પરિવારજનોના સભ્યો દ્વારા વંદનાને લઈને SSG હોસ્પિટલમાં લઇ ગયા હતા ત્યાં હાજર રહેલા તબીબ દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવી હતી.

વંદનાના પિતા ઝવેરભાઈ રોહિત દ્વારા કહેવામાં આવ્યું છે કે, જ્યારે હોસ્પિટલના અધિકારીઓએ તેમનું આધાર કાર્ડ માંગ્યું ત્યારે તે તેમના સ્કૂટરમાં શોધવા માટે ગયા અને તેના બદલે તેમને વંદનાએ લખેલી એક ચિટ્ઠીમાં મળી આવી હતી. આ ચિઠ્ઠીમાં વંદનાએ ખાટંબા નજીક ગોકુલેશ સોસાયટીમાં રહેનાર મંગેતર તેજસ ચૌહાણને આપઘાત માટે જવાબદાર ઠેરવવામાં આવ્યો હતો.

પિતા દ્વારા બાપોદ પોલીસમાં નોંધાયેલા ગુનામાં જણાવવામાં આવ્યું છે કે, વંદના તેજસ સાથે લગ્ન કરવાની હતી પરંતુ લગભગ પંદર દિવસ અગાઉ તેણે તેના પિતાને જણાવ્યું હતું કે, તેઓ 18 એપ્રિલના રોજ રજિસ્ટર્ડ લગ્ન કરશે ત્યાર પછી પરંપરાગત રીતે લગ્ન 26 એપ્રિલના રોજ યોજાશે. ઝવેરભાઈને ઘરે આવીને તેજસે પણ આ વાતની જાણકારી આપી હતી. ઝવેરભાઈએ વધુમાં જણાવ્યું કે, ત્યાર બાદ ચૌહાણના પરિવારે વંદનાને વૈકુંઠ ચોકડી પાસે મળવા માટે બોલાવી હતી. વંદનાની બહેન દિવ્યા અને તેની માતા વીણા તેની સાથે હતા કારણ કે તેમને શંકા ગઈ હતી. તે દરમિયાન ત્રણેય તેજસ, તેના માતા-પિતા, બહેન અને તેની બહેનના પતિને ચાર રસ્તા પર મળ્યા હતા. ઝવેરભાઈ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, પરિવાર દ્વારા અપશબ્દો અને ધમકીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને માંગ કરવામાં આવી હતી કે, વીણાનો પરિવાર ગરીબ હોવાથી લગ્ન રદ કરવામાં આવ્યા છે. આ રીતે લગ્નની છેલ્લી ઘડી ભાવિ પતિ દ્વારા નકારતા વંદના દ્વારા આવું પગલું ભરવામાં આવ્યું હતું.

તેમ છતાં વંદનાએ એક ચિટ્ઠી લખતા જણાવ્યું છે કે, ‘મમ્મી, પપ્પા, મને માફ કરજો, મારાથી તેજસ વગર જીવાશે નહીં.’ વંદનાની અંતિમ ચિટ્ઠી અને પિતાની ફરિયાદના આધારે પોલીસ દ્વારા યુવક અને તેના પરિવારજનો સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.