);});
AhmedabadGujarat

૭ જ દિવસમાં તથ્ય પટેલ સામે ૧૬૮૪ પાના ની ચાર્જશીટ ફાઇલ, આજ સુધીમાં સૌથી ઝડપી કાર્યવાહી

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર 20 તારીખની રાત્રીના ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક થાર ગાડી અને ડમ્પરનો અકસ્માત જોવા ઉભા રહેલા લોકોને ફૂલઝડપે આવી રહેલી જેગુઆર કાર દ્વારા ૨૨ લોકોને અડફેટે લેવામાં આવતા દસ લોકોના મૃત્યુ નીપજ્યા હતા. આ અકસ્માત તથ્ય પટેલ દ્વારા સર્જવામાં આવ્યો હતો. જ્યારે આ કારમાં તથ્ય પટેલની સાથે પાંચ મિત્રો પણ રહેલા હતા. આ મામલામાં પોલીસ દ્વારા કુલ 1684 પાનાની ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી છે. જેમાં 50 સાક્ષીઓના નિવેદન પણ ચાર્જશીટમાં મુકાઈ છે. આ સિવાય FSL અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ ચાર્જશીટમાં મુકવામાં આવેલ છે. તેની સાથે જ જગુઆર કંપનીનો રિપોર્ટ પણ ચાર્જશીટમાં એડ કરાયો છે.

તેની સાથે તથ્ય પટેલ સામે પોલીસ દ્વારા 1684 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી છે. જેમાં 15 દસ્તાવેજી પૂરાવા, 8 સાક્ષી, 8 પોસ્ટમોર્ટમ નોટ, 191 સાહેદોની તપાસ, ચાર્જશીટ મુજબ મારનાર નવ, 164 નિયમ અનુસાર આઠ નિવેદન, 173 (8) ની તપાસ ચાલી રહી છે. ઈજાગ્રસ્ત થનાર 12, બે વ્યક્તિ સારવાર હેઠળ રહેલા છે. 20 તારીખે ગુનો રજિસ્ટર અને 27 એ ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી છે. ટોટલ પંચનામાં 25 અને સારવાર સર્ટિફિકેટ 8 નો સમાવેશ કરવામાં આવ્યો છે.

ઇન્ચાર્જ પોલીસ કમિશનર પ્રેમવીર સિંહ દ્વારા આ મામલામાં પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવવામાં આવ્યું છે કે, નવા વ્યક્તિ ના આ ઘટનામાં કરૂણ મોત નીપજ્યા હતા, જેમાં 3 પોલીસકર્મી રહેલા હતા. આ કેસમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવવામાં આવી હતી. છેલ્લા સાત દિવસ અધિકારીઓ દ્વારા રાત દિવસ મહેનત કરવામાં આવી હતી. તપાસ દરમિયાન તમામ પાસાઓ ની ઊંડાણપૂર્વક તપાસ કરાઈ છે. સાયન્ટિફિક અને દસ્તાવેજી પુરાવા અને સાક્ષીઓના નિવેદન લેવાયા છે. આ આરોપી સામે પૂરતા પુરાવા રહેલા છે.

તેની સાથે તેમના દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, RTO તરફથી ગાડીની તપાસ કરાવવામાં આવી રહી છે. ગાડીમાં બેસનારની તપાસ પણ કરાઈ રહી છે. આ સિવાય આરોપીનું DNA ટેસ્ટ લીધું જે પોઝિટિવ આવેલ છે. જેગુઆર ગાડીમાં જે સિસ્ટમ છે તે EDE સિસ્ટમ કંપની પાસેથી લેવામાં આવી છે. જેમાં ઓવરસ્પિડિંગનું તારણ સામે આવી ગયું છે. એક લાઈવ વીડિયો આવ્યો તેની પણ અમારા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપીની રેસ ડ્રાઇવિંગની જૂની આદત રહેલ છે તેના પુરાવા પણ ચાર્જશીટમાં મુકવામાં આવી છે. પોલીસ માટે આ ચેલેજિંગ કેસ રહેલો હતો.