ગુજરાતમાં આ શહેરમાં કોરોનાના 2 કેસ નોંધાયા, નવો વેરીએંટ હોવાની આશંકા
આજે રાજ્યમાં કોરોના ના બે કેસ નોંધાતા તંત્ર દોડતું થઈ ગયું છે. ગાંધીનગર (gandhinagar)ના સેક્ટર 6 વિસ્તારની બે બહેનોનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. આ કેરલામાં મળેલા કોરોનાનું નવું વેરિયન્ટ હોવાની શંકા છે. આ બન્ને દર્દીઓના સંપર્કમાં આવેલા તમામ લોકોની તપાસ કરવામાં આવી રહી છે. બંને બહેનોએ વેક્સિનના બંને ડોઝ લીધા છે. સેક્ટર 6 વિસ્તારમાં સર્વેલન્સ વધારવામાં આવ્યું છે.
રિપોર્ટ પોઝિટિવ આવતા જ બંને મહિલાઓની ટ્રાવેલ હિસ્ટ્રી તપાસવામાં આવી હતી જેમાં જાણવા મળ્યું કે બંને મહિલાઓ દક્ષિણ ભારતમાં ફરવા માટે ગઈ હતી. દક્ષિણ ભારતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે એટલે તેમણે ત્યાંથી જ ચેપ લાગ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: 1,20,000 રૂપિયાનું 55 ઇંચનું સ્માર્ટ ટીવી માત્ર 30 હજાર રૂપિયામાં, જાણો ડિસ્કાઉન્ટ ઓફર
દેશભરમાં કોરોનાનાં કેસમાં ફરી ઉછાળો આવી રહ્યો છે. કર્ણાટકમાં સરકારે કોરોના ગાઈડનું પાલન કરવાની પણ એડવાઈઝરી જાહેર કરી દેવાઈ છે. હવે ગુજરાતમાં પણ સત્તાવાર રીતે ફરીવાર કોરોનાની એન્ટ્રી થઈ ચૂકી છે. બે મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તંત્રમાં દોડધામ મચી ગઈ છે.
આ પણ વાંચો: શું દયા ભાભી ટૂંક સમયમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં આવશે? ફોટો વાયરલ
આ પણ વાંચો: 70 વર્ષની દાદી જોડિયા બાળકોની માતા બની પરંતુ આ કેવી રીતે થયું?