South GujaratGujaratSurat

સુરત માં બૂટલેગરની ઘાતકી હત્યાના આરોપી 22 વર્ષીય યુવકને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારાયો

રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે ગુનેગારોને કોઈનો પણ ભય ના હોય તેમ ગુનાઓ આચરી રહ્યા છે. એવામાં આવો જ મામલો સુરતના ડિંડોલી વિસ્તારથી સામે આવ્યો છે. જેમાં  22 વર્ષીય યુવકની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ મામલામાં હાલ પોલીસ દ્વારા એક યુવક અને બે સગીર સહિત ત્રણ લોકોની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.  હત્યાના સીસીટીવી ફૂટેજ પણ જોવા મળ્યા છે. જ્યારે મૃતક યુવક દ્વારા 2020 માં બુટલેગર કૈલાશ ઉર્ફે કાળુ ની હત્યા કરવામાં આવી હતી.

આ ઘટનાને લઈને ડીસીપી પિનાકીન પરમાર દ્વારા જણાવવામાં જણાવવામાં આવ્યું છે કે, ડીંડોલી પોલીસ સ્ટેશન ના હદ વિસ્તારમાં વિજયની હત્યા ગઈ કાલ રાત્રી ના કરવામાં આવી હતી. હાલમાં પોલીસ દ્વારા ત્રણ આરોપીઓની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમ છતાં આ હત્યા કરવા પાછળનું કારણ ગઈકાલ રાત્રીના મૃત્તક યુવક અને આરોપીઓ વચ્ચે કોઈ બાબતમાં બોલા ચાલી પણ થઇ હતી. ત્યાર બાદ મામલો વધુ ઉગ્ર બની ગયો હતો.

આ મામલામાં અટકાયત કરવામાં આવેલા ત્રણેય આરોપીઓ દ્વારા મૃતક યુવક ઉપર ઘાતકી હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. તેના લીધે વિજયનું ઘટનાસ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું. વિજય થોડા દિવસ પહેલા જ પોતાના વતન મહારાષ્ટ્ર થી સુરત આવેલો હતો.

તમને જણાવી દઈએ કે, મૃતક યુવક બે વર્ષ અગાઉ ડિંડોલી વિસ્તારમાં આવેલ ભીમનગરના નામચીન બુટલેગર કૈલાશ ઉર્ફે કાળુની હત્યાનો આરોપી રહેલો છે. તે સમયે આરોપી સગીર હોવાથી હત્યા કર્યા બાદ થોડા જ મહિનાઓ માં તે જેલમાંથી છૂટી ગયો અને તે પોતાના વતન ચાલ્યો ગયો હતો.