AhmedabadGujaratMadhya Gujarat

૨૫ વર્ષીય મહિપાલસિંહ વાળા શહીદ: ગર્ભવતી પત્ની અંતિમ દર્શન કરવા પહોચતા જ સૌ કોઈ રડી પડ્યા,સંતાનનું મોઢું જોયા વગર જ મહિપાલસિંહની વિદાય

જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં મૂળ સુરેન્દ્રનગરના અને હાલ અમદાવાદમાં રહેતા 25 વર્ષીય જવાન મહિપાલસિંહ વાળા શહીદ થયા છે. આજે શહીદ જવાનનો પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યો હતો અને ત્યારબાદ તેમના નિવાસસ્થાને લઇ જવાયો હતો. વીર જવાનના પાર્થિવ દેહને અંતિમ વિદાય આપતા લીલાનગર સ્મશાન ગૃહ લવાયો હતો. જ્યાં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

વીરને અંતિમ વિદાઈ આપવા હજારોની સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. શહીદ વીરનોનો પાર્થિવ દેહ ઘરે પહોંચતા જ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. શહીદના પત્ની પતિને અંતિમ વિદાઈ આપવા પહોંચતા સૌ કોઈની આંખો ભીની થઇ ગઈ હતી.તેમની પત્ની હાલ ગર્ભવતી છે, સંતાનનું મુખ જોયા વગર જ મહિપાલસિહે વિદાય લેતા તેઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહીત અનેક નેતાઓ મહિપાલસિંહ ને શ્રદ્ધાંજલિ આપવા તેમના નિવાસ સ્થાને પહોચ્યા હતા.

શહીદ મહીપાલસિંહને નાનપણથી સેનામાં જવાની ઈચ્છા હતી. ગણતરીના દિવસ બાદ 15 ઓગસ્ટે જ મહીપાલસિંહનો જન્મદિવસ દિવસ પણ હતો. 3 વર્ષ પહેલા જ તેમના લગ્ન થયા હતા. હાલમા તેમના પત્ની ગર્ભવતી છે. તેમના વિરાટનગર નિવાસસ્થાને હજારોની સંખ્યામાં લોકો તેમને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. વિરાટનગર રોડની બંને બાજુ મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ શ્રધ્ધાંજલિ પાઠવી હતી.રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, સાંસદ હસમુખ પટેલ, ધારાસભ્ય પાયલ કૂકરાણી,અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ પણપહોંચ્યા હતા. કોંગ્રેસ નેતા મનિષ દોશી અને શૈલેષ પરમાર સહિતના આગેવાનો પણ અંતિમ દર્શને પહોચ્યા હતા.