AhmedabadGujaratInternationalMadhya GujaratNarendra Modi

મોદી સાહેબ તો ટ્રમ્પને પણ બાટલીમાં ઉતારે : ટ્રમ્પને કહ્યું અમદાવાદમાં 70 લાખ લોકો સ્વાગત કરશે, પણ અમદાવાદની કુલ વસ્તી જ 65 લાખ છે

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ મહિને ભારત પ્રવાસે આવવાના છે. ટ્રમ્પ અમદાવાદની મુલાકાત લેવાના છે ત્યારે અમદાવાદમાં લાખો લોકો તેમનું સવગત કરશે તેવું ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું. ટ્રમ્પે 24-25 ફેબ્રુઆરીએ યોજાનારી ભારત યાત્રા દરમિયાન બન્ને દેશો વચ્ચે વેપાર સમજૂતી થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરી હતી. ટ્રમ્પે કહ્યું કે મારું અભિવાદન કરવા માટે એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ સુધી 50 લાખથી 70 લાખ લોકો આવશે આવું મને મોદીજીએ કહ્યું છે.

તેમણે કહ્યું કે હું ભારતની મુલાકાતની રાહ જોઈ રહ્યો છું. મને કહેવામાં આવ્યું છે કે ત્યાં લાખો લોકો આવશે. ટ્રમ્પએ કહ્યું કે ગત સભામાં 40-50000 લોકો આવ્યા હતા જેનાથી મને સંતોષ નથી ગુજરાતમાં લખો લોકો અભિવાદન કરવાના છે.

હવે સવાલ એ થાય કે અમદાવાદની કુલ વસ્તી 65 લાખની આસપાસ છે ત્યારે ટ્રમ્પે કહ્યું કે તેના સ્વાગતમાં 70 લાખ સુધી લોકો હાજરી આપશે. કુલ વસ્તીના 50% લોકો જાય તો પણ 70 લાખ ન થાય અને 50% લોકો અભિવાદન કરવા જાય નહીં એ સામાન્ય માણસને પણ ખબર પડે તેવી વાત છે. પણ આ તો મોદી અને ટ્રમ્પ સાહેબની જોડી છે. મોદીજીએ દેશને અનેક બાબતોમાં બાટલીમાં ઉતાર્યા છે એમ ટ્રમ્પ ને પણ ઉતારી દીધા હોય તેવું માની શકાય.

છતાં જો મોદી સાહેબે ભીડ ભેગી કરવી જ હોય તો ગુજરાતના દરેક શહેરોમાંથી ભાજપના કાર્યકર્તા ને બસમમાં ભરીને લઇ આવવા જોઈ.ભૂતકાળમાં થયેલા કાર્યક્રમોને જોતા તો સાહેબ આવું જ કરશે અને લાવશે પણ શેમાં? ગુજરાતની એસટી બસ છે જ ને ભાઈ..! 300-400 બસ ફેરા કરવા મૂકી દેશે જે ભૂતકાળમાં પણ મૂકી ચુક્યા છે.