AhmedabadGujarat

81 વર્ષની મહિલા સાથે દુષ્કર્મ આચરીને કરાઈ હત્યા, પુત્રએ નોંધાવી ફરિયાદ

બોટાદ જિલ્લાના પાળીયાદ ખાતેથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં રહેણાંક મકાનમાંથી એક 81 વર્ષની ઉંમરની મહિલાની લાશ શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી. આ વાતની જાણ થતા જ પોલીસ તાત્કાલિક અસરથી ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. ત્યારબાદ પોલીસે મહિલાની લાશને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી હતી. જેમાં જાણવા મળ્યું મળ મહિલા સાથે દુષ્કર્મ આચરીને તેની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. ત્યારે વડોદરામાં વસવાટ કરતા મૃતકના 51 વર્ષની ઉંમરનાં પુત્રએ આ મામલે પાળીયાદના જ વતની એવા હરેશભાઈ ગાબુ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદના આધારે પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

Dy.SP મહર્ષિ રાવલે આ મામલે જણાવ્યું કે, 3 જુન 2023 ના બપોરના 2 વાગ્યાની આજુબાજુ આ ઘટના ઘટી હોય તેવું જાણવા મળી રહ્યું છે. ભોગ બનનાર મૃતક મહિલાને 4 સંતાન છે. જેમાં 1 દીકરો અને 3 દીકરી છે. સંતાનોના લગ્ન થઈ ગયા હોવાથી મહિલા એકલા મૃતક મહિલા એકલા જ પાળીયાદ ખાતે રહેતા હતા. બનાવને લઈને પાડોશીઓ સાથે પૂછપરછ કરતા એક આઇ વિટનેસ પણ પોલીસને મળી આવ્યો છે. આઈ વિટનેસના જણાવ્યા અનુસાર, બનાવ બન્યો તે દિવસે આ મહિલાની જે મકાનમાંથી લાશ મળી આવી મકાન ખાતે હરેશ ગાબુ નામના વ્યક્તિની અવર-જવર જોવા મળી હતી. ફોરેન્સિક રિપોર્ટ અનુસાર મહિલા સાથે દુષ્કર્મ આચરીને ત્યારપછી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

નોંધનીય છે કે, મૃતક મહિલાના પુત્રએ ત્યારે આ મામલે પાળીયાદ પોલીસ મથકમાં હરેશભાઇ ગાબુ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરીને આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.