હેલ્મેટ ના પહેરતા હોય તો ખાસ વાંચજો: અમદાવાદમાં બાઈક પરથી પડતા માથામાં ઇજા થતા ચાલકનું થયું મોત
તાજેતરમાં જ હેલ્મેટ અને અન્ય ટ્રાફિક નિયમો માટે કડક કાયદો આવ્યો છે જેને લઈને લોકોમાં રોષ પણ છે. પણ હેલ્મેટ કેટલું જરૂરી છે તે આજે તમે સમજી જશો. બાઈક,ટુ વહીલર્સના મોટા ભાગના અકસ્માતોમાં માથામાં ગંભીર ઇજા થવાથી ચાલકના મોત થાય છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં બન્યો છે. ગત રવિવારે 54 વર્ષીય દીપકભાઈ મોદી બાઈક પર જતા હતા ત્યારે કારણોસર તેઓ પડી ગયા અને માથામાં ગંભીર ઈજાઓ થઇ હતી.તેમણે હેલ્મેટ પણ પહેર્યું નોહ્તું.ગંભીર ઇજાઓને કારણે શુક્રવારે સારવાર બાદ તેમનું મૃત્યુ થયું.
જશોદાનગરમાં રહેતા દીપક મોદી ખાનગી કંપનીમાં કામ કરતા હતા. રવિવારે તેઓ બાઈક લઈને જશોદાનગર રોડ પરથી પસાર થતા હતા. બાઈક ચલાવતી વખતે તેમણે એક હોર્ડિંગ જોયું જેમાં એક જાહેરાત હતી. જાહેરાત વાંચતી વખતે જ તેઓએ સંતુલન ગુમાવ્યું અને બાઈક સાથે રોડ પર પટકાયા હતા.
હવે ટેલિગ્રામ પર મેળવો પળેપળના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
મૃતકની પત્નીએ FIRમાં જણાવ્યા મુજબ તેમના પતિને આખા શરીરે તેમજ માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. તેમને એલ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.બાદમાં હાલત વધુ બગાડતા અસારવાની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.પ્રાથમિક તપાસમાં લાગ્યું કે હોર્ડિંગ ઉડીને આવ્યું હશે અને અકસ્માત થયો હશે પણ પછી જાણવા મળ્યું કે બાઈક પર સંતુલન ગુમાવવાના લીધે અકસ્માત થયો હતો.
મહત્વની વાત એ છે કે દીપકભાઈએ હેલ્મેટ નહોતું પહેર્યું પણ હેલ્મેટ બાઈકના હેન્ડલ પર લટકતું હતું. જો કે તેમનું હેલ્મેટ પણ ટોપી જેવું હતું જે પહેર્યું હોત તો પણ આવા ગંભીર અકસ્માતમાં તેઓને બચાવી શકે તેમ હતું નહીં.
આ ઘટના પરથી આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે હેલ્મેટ આપણી સુરક્ષા માટે કેટલું જરૂરી છે.ઉનાળાની ગરમીમાં વાહનચાલક ને હેલ્મેટ પહેરવું ન ગમે એ વાત સાચી છે અને તેનો અમુક લોકો વિરોધ પણ કરી રહયા છે. પણ આવા અકસ્માતમાં જો આપણો જીવ એક હેલ્મેટ જ બચાવતું હોય તો એ આપણા પરિવાર માટે પણ સારી વાત છે.
Ahmedabad News, Gujarat, Traffic Police, Accident