હવેથી શહેરમાં હેલ્મેટ ફરજીયાત નહીં: કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો
Helmets will no longer be mandatory in the city area.
ગુજરાત તેમજ દેશભરમાં છેલ્લા કેટલાક મહિનાથી લાગુ થયેલ ટ્રાફિક નિયમો લોકોને ભારે પડી રહ્યા છે. લોકો રસ્તા પર નીકળે એટલે તરત હેલ્મેટના મમીઓ આવી જાય છે.લોકોના રોષ ને જોતા સરકારે મહત્વનો નિર્ણય લીધો છે માર્ગ અને વાહનવ્યવહાર મંત્રી આર.સી. ફળદુએ આજે જાહેરાત કરી કે મહાનગરપાલિકા અને નગરપાલિકાના વિસ્તારોમાં વાહનચાલકો ને હેલ્મેટ પહેરવું ફરજીયાત નથી.
આરસી ફળદુ એ કહ્યું કે, હેલ્મેટને કારણે લોકોને સામાજીક પ્રસંગોમાં જતી વખતે તકલીફ પડી રહી છે એવી ફરીયાદો ને ધ્યાનમાં લેતા આખરે સરકારે શહેરી વિસ્તારોમાં હેલ્મેટ પહેરવું ફરજીયાત નથી એવો નિર્ણય કર્યો છે. લોકોની માંગ હતી કે શહેરમાં ટ્રાફિકના કારણે વાહનની સ્પીડ ઓછી હોય છે ત્યારે હેલ્મેટ નો કોઈ મતલબ રહેતો નથી.
હાલ હેલ્મેટ ન પહેરવા પર 500 રૂપિયાનો દંડ થાય છે. આવા મોટા દંડને લઈને લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.રાજકોટમાં તો હેલ્મેટ વિરોધી ઝુંબેશ ચલાવવા માટે નાના-મોટા સંગઠનો પણ બન્યા છે ત્યારે સરકાર લોકોના રોષનો ભોગ બનવા નથી માંગતી એટલે લોકોના હિતમાં નિર્ણય લીધો છે તેમ કહી શકાય.