૧૯ એપ્રિલના દિવસને ‘વર્લ્ડ લીવર ડે ‘ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે સતત વધી રહેલા લીવર ફેઇલના કેસો એ હાલ તો ખૂબ ચિંતાનો વિષય છે. કોરોના મહામારી પછી ગુજરાતમાં હજુ લન ઘણાં લોકોમાં તેની આડઅસર જોવા મળી રહી છે. કોરના પછી લોકોના લીવર ફેઇલ થઇ જવાના કેસમાં 3 ગણો વધારો થયો હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાં લીવર ફેઇલ ઉપરાંત, ફેટ્ટી લીવર તેમજ લીવર કેન્સરના દર્દીઓ પણ સતત વધી રહ્યા છે. જે હાલ ખૂબ ચિંતાનો વિષય છે.
વધતા જતી લીવરની સમસ્યાઓને લઈને ડોક્ટરોનું માનવું છે કે, સાદા કમળો થયો હોય તે દર્દીઓ સામાન્ય રીતે આમ બે અઠવાડિયામાં જ સાજા થઇ જતા હોય છે. પરંતુ સાદા કમળાના દર્દીઓને જો 2 અઠવાડિયાને બદલે 3થી4મહિને સાજા થાય તો તેવા દર્દીઓનું પ્રમાણ પહેલા વર્ષે માંડ 5-6 હતું. પણ આ પ્રમાણમાં હવે સતત વધારો થતાં પહેલા જે વર્ષે 5થી 6 કેસ આવા આવતા એના બદલે હવે મહિનમાં જ 5થી 6 દર્દીઓમાં આ પ્રકારની મુશ્કેલી જોવા મળી રહી છે. લીવરની સમસ્યાના કારણે કમળો લાંબો સમય રહેતો હોય છે. જેને પગલે લીવરને ખૂબ જ તકલીફ પડે છે. ઘણી વખત તો કમળો લાંબા સમય સુધી રહેતાં લીવર પર તેની ખૂબ જ ગંભીર અસર પણ જોવા મળે છે.
ડોક્ટરોના જણાવ્યા મુજબ, કોરોનાકાળ પછી લીવરની સમસ્યાના દર્દીઓની સંખ્યા પહેલા કરતા 3 ગણી વધી ગઈ છે. પહેલેથી જ જે દર્દીને લીવરની સમસ્યા હોય અને જો તેને કોરોના થયો હોય તો તેવા દર્દીઓમાં લીવરની ખૂબ મોટી સમસ્યા સર્જાઇ હોય તેનું પ્રમાણ સતત વધ્યું છે.
નોંધનીય છે કે, લીવરની સમસ્યાના વધવાના મારને દર્દીનું મૃત્યુ થવાનું પ્રમાણ પણ હવે વધીને હવે 40% થઇ ગયું છે. લીવરની કોઈ સમસ્યા છે કે કેમ અને જો કોઈ સમસ્યા હોય તઓ વહેલાસર તે સમસ્યાને દૂર કરવા માટે દરેક વ્યક્તિએ નિયમિત હેલ્થ ચેકઅપ કરાવવુ જોઈએ. બદલાયેલી જીવનશૈલીને કારણે ગુજરાતમાં હવે ફેટ્ટી લીવરના દર્દીઓમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. લીવર કેન્સરની સારવારમાં પણ ગણો બદલાવ આવી ગયો છે. રેડિયોથેરાપી અને ઈમ્યુનોથેરાપીનો ઉપયોગ લીવર કેન્સરની સારવારમાં સામેલ છે.