GujaratAhmedabad

ગુગલ મેપ મુજબ જવું વડોદરાના સગીરને ભારે પડ્યું, મળ્યું કમકમાટી ભર્યું મોત

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઇ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માતના બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે આજે વધુ એક વડોદરા શહેરથી સામે આવ્યો છે.

વડોદરા શહેરના આજવા વિસ્તારમાં સગીર લાયસન્સ ન હોવા છતાં બાઈક લઈને બહાર નીકળવું ભારે પડ્યું છે. ગુગલ મેપ ચાલુ કરીને નીકળેલ સગીર વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર ચઢી ગયો અને ત્યાર બાદ તે બાઈક લઈને રિટર્ન આવી રહ્યો હતો તે સમયે અજાણ્યા વાહન દ્વારા બાઈકને અડફેટે લેવામાં આવ્યું હતું. તેના લીધે સગીરના ઘટનાસ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ, વડોદરાના આજવા રોડ પાસે સી-402, સેવા કુંજ સોસાયટીમાં રહેનાર 17 વર્ષનો પ્રથમ પ્રકાશભાઇ રામવાણી બાઈક ને લઈને ઘરેથી નીકળ્યો હતો. તે ગુગલ મેપ ચાલુ કરીને બાઈક લઈને નીકળ્યો અને તે તેના આધારે એક્સપ્રેસ હાઈવે પર ચઢી ગયો હતો. ત્યાર બાદ તેને ખ્યાલ આવ્યો કે તે ખોટા રસ્તા પર ચઢી ગયો છે. તેના લીધે તે યોગ્ય રસ્તા પરત જવા માટે બાઈક રીટર્ન કરી પરત ફર્તોયો હતો. પરંતુ તે જ સમયે એક્સપ્રેસ હાઈવે પર ફૂલઝડપે આવી રહેલા અજાણ્યા વાહન દ્વારા બાઈકને અડફેટે લેવામાં આવ્યું હતું. તેના લીધે સગીરનું ઘટનાસ્થળ પર કરૂણ મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો: પ્રખ્યાત ખાનગી સ્કૂલના આચાર્યે સગીર વિદ્યાર્થીની પર આચર્યું દુષ્કર્મ, જાણો શું છે સમગ્ર મામલો?

આ પણ વાંચો: ખુશખબર: અખાત્રીજ પહેલા સોનાના ભાવમાં નોંધાયો ઘટાડો

આ પણ વાંચો: અતિક અને અશરફની હત્યા કેસમાં આવ્યો નવો વળાંક, નજીકના વ્યક્તિએ જ…..

ઘટનાની જાણ થતા જ ની જાણ મંજુસર પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી હતી. પોલીસ દ્વારા મૃતદેહ પર કબજો મેળવી પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે હાલમાં પોલીસ દ્વારા આ મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.