AhmedabadGujarat

અખાત્રીજના દિવસે ગુજરાતમાં સોનાની ખરીદીમાં નિરસતા જોવા મળી, જાણો કયા શહેરમાં કેટલું વેચાયું સોનું…

હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયા એટલે અખાત્રીજ દિવસને ખૂબ જ શુભ માનવામાં આવે છે. વૈશાખ સુદ ત્રીજનો દિવસ એટલે અખાત્રીજ તેનું શાસ્ત્રીય નામ અક્ષય તૃતીયા રહેલ છે. જ્યારે તેને વણજોયું મુહૂર્ત પણ કહેવામાં આવે છે. તેની સાથે દિવસે જમીન, વાહન, સોનું-ચાંદી ખરીદવું શુભ માનવામાં આવે છે. પરંતુ આ વર્ષે સોનાના ભાવમાં અધધધ વધારો રહેલો છે. તેની અસર હવે સોનાની ખરીદી પર પણ જોવા મળી છે.

તમને જણાવી દઈએ કે, ગુજરાતભરમાંથી એક જ દિવસમાં અંદાજીત 750 કિલોથી વધુ સોનાનું વેચાણ થયું છે. જે જ્વેલર્સની અપેક્ષા કરતા ઘણું ઓછું રહેલું છે. અમદાવાદમાં 250 થી વધુ, સુરતમાં 265 થી વધુ, રાજકોટમાં 100 કિલો અને અંદાજીત વડોદરામાં 100 કિલોથી વધુ વેચાણ થયું છે.

આ પણ વાંચો: અક્ષય તૃતીયા બાદ આ 7 રાશિઓનું ભાગ્ય બદલાશે, ધંધામાં પણ થશે જોરદાર લાભ

જ્વેલર્સ મુજબ, સોનાના ઊંચા ભાવના લીધે અખાત્રીજ જેવુ શુભ મુહૂર્ત હોવા છતાં સોનાના વેચાણમાં ઘટાડો જોવા મળ્યો છે. અમદાવાદમાં 25 થી 30 ટકા ખરીદી કરવામાં આવી છે. તેમ છતાં સમગ્ર ગુજરાતમાં માત્ર 35 ટકા ખરીદી જોવા મળી છે. અમારા અપેક્ષાની સરખામણીમા આંકડો ઘણો ઓછો રહેલો છે. લગ્નસરાની મોસમ હોવા છતાં સોનાનું વેચાણ અપેક્ષા મુજબ થયું નથી.

જ્યારે એક અન્ય જવેલર્સ મુજબ, અખાત્રીજ પહેલા જ અનેકવખત એડવાન્સ બુકિંગ કરવામાં આવતું હતું. પરંતુ આ વખતે એવુ થયું નથી. લોકો દ્વારા માત્ર મુહુર્ત સાચવવા પૂરતુ જ સોનું ખરીદ્યું છે. જ્યારે રોકાણકારોએ પણ સોનું ખરીદવામાં રસ દાખવ્યો નથી. તેઓ કિંમત નીચી જાય તો જ રોકાણ કરવાનું પસંદ કરતા હોય છે.

આ પણ વાંચો: હવામાન સમાચાર: હવામાન વિભાગે ઉનાળાની વચ્ચે સારા સમાચાર આપ્યા, આ સ્થળોએ વરસાદ પડશે

આ પણ વાંચો: હવામાન વિભાગે કરી ભયંકર આગાહી