GujaratRajkotSaurashtra

માનસિક બીમારીથી પીડાતી વૃદ્ધ મહિલાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

રાજકોટ શહેરના કોઠારીયા મેન રોડ ખાતેના માધવહોલ પાછળની બાજુ આવેલ મારુતિ નગર શેરી નંબર 6 માં વસવાટ કરતા 63 વર્ષની ઉંમરના સુનિતાબેન છંછરીયા નામના એક વૃદ્ધાની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે 33 વર્ષની ઉંમરની મહેશ્વરીબેન ખુવા કે જે મૃતક સુનીતાબેનની દીકરી છે તેણે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. હાલ તો ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદના આધારે કોઈ અજાણી વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ચિલ્લા કેટલાય વર્ષોથી ઈશ્વરભાઈ છંછરીયા તેમજ તેમના પત્ની સુનિતાબેન છંછરીયા રાજકોટ શહેરના કોઠારીયા મેન રોડ ખાતેના માશવ હોલની પાછળ આવેલ મારુતિ નગર શેરી નંબર-6માં ભાડાના મકાનમાં રહે છે. મૃતક સુનિતાબેનની પરિણીત દીકરી 33 વર્ષની ઉરની દીકરી મજેશ્વરીબેન ખુવાએ પોલીસને જણાવ્યું છે કે, તેની માતા સુનિતાબેન છંછંરીયાને વારસાગત માનસિક માનસિક તકલીફ હતી. તેમના નાનીને પણ માનસિક તકલીફ હતી. શનિવારના રોજ બપોરના સમય દરમિયાન મારી માતા અચાનક બેભાન થઈ ગઇ હતી. ત્યારે અમે લોકોએ 108 એમ્બયલન્સને ડોન કરીને મારી માતાને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવ્યા હતા.

જ્યાં ફરજ પરના હાજર ડોક્ટરે તપાસ દરમિયાન મારી માતાનું મરણ પામ્યા હોવાનું જાહેર કર્યા હતા. ત્યારપછી મારા માતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ રૂમ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ દ્વારા અમને માલુમ પડ્યું કે મારી માતાની ડાબી બાજુની આંખ તેમજ તેમના મોઢા અને ગળાના ભાગે વિખોડિયા અને સોજાના નિશાન હતા. આ નિશાન માર મારવાથી થયા હોવાનું સામે આવ્યું હતું. અને ગળું દબાવવાના કારણે મારી માતાનુ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: પિતા વિહોણી દીકરીઓને શિક્ષણ આપી તેમના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે સ્વામિનારાયણ સંપ્રદાયની અનોખી પહેલ

આ પણ વાંચો: Video: યુવક ચોરી કરવા ગયો પણ માલિકે તેને સ્થળ પર જ પકડી લીધો, લોકોએ કહ્યું- ‘શું ચોર બનીશ તું’

તમને જણાવી દઈએ કે, હાલ તો આ સમગ્ર મામલે મૃતક સુનિતાબેનની દીકરી મહેશ્વરીબેનની ફરિયાદના આધારે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ વિરુદ્ધ IPCની કલમ 302, 323 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ આ કેસને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: પાદરીની જમીનમાંથી એક પછી એક 39 લાશો બહાર આવી, હજુ ઘણી કબરો ખોદવાની બાકી છે