વરસાદ અને વીજળી નો કહેર, પાલનપુરમાં વિજળી પડતા 15 વર્ષીય કિશોર નું કરૂણ મોત
ગુજરાતના વાતાવરણમાં છેલ્લા થોડા દિવસો પલટો જોવા મળી રહ્યો છે. રાજ્યના અનેક શહેરોમાં વરસાદી માહોલ બન્યો છે. તેના લીધે ખેડૂતોની ચિંતા પણ વધી ગઈ છે. પરંતુ વરસાદી માહોલની વચ્ચે કેટલાક જગ્યાએ વિજળી પડ્યાની ઘટના સામે આવી છે. જ્યારે આવી જ એક ઘટના પાલનપુર ના સામઢી ગામ થી સામે આવી છે.
પાલનપુર ના સામઢી ગામ માં વીજળી પડતા 15 વર્ષીય કિશોર નું મૃત્યુ થયું છે. ખેતરમાં કિશોર રમી રહ્યો હતો તે સમયે વીજળી પડતા કિશોર ઉછળીને નીચે પટકાયો હતો. કિશોર ના પિતાની વાત કરીએ તો તે ખેતી કરીને ઘરનું ભરણપોષણ કરે છે. એવામાં સવારના સમયે કિશોર અને તેનો મોટો ભાઈ ખેતરમાં હતા તે સમયે વીજળી પડી હતી. કિશોર ખેતરમાં રમી રહ્યો હતો ત્યારે તેના ભાઈએ તેને ઘરે જવા માટે જણાવ્યું હતું. કિશોર જ્યારે ઘરે જવા માટે નીકળ્યો તે સમયે અચાનક તેના પર વીજળી પડી હતી. વીજળી પડતા જ ઈજાગ્રસ્ત થયેલા કિશોરને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. પરંતુ તે દરમિયાન ત્યાં હાજર રહેલા તબીબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે, પાટણમાં પણ આવી જ એક ઘટના ઘટી હતી. પાટણમાં વિજળી પડતા સંદીપ જગદીશભાઈ પ્રજાપતિ નું ઘટનાસ્થળ પર મોત નિપજ્યું હતું.. જ્યારે રોહિત બંસીલાલ મેવાડા યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.
તેની સાથે ગુજરાતમાં હજુ પણ 4 દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારે શુક્રવારના રાજ્યના 7 જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. અમદાવાદ, પાટણ, મહેસાણા, કચ્છ, રાજકોટ સહિતના જિલ્લામાં વરસાદ વરસ્યો છે. વરસાદના લીધે ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ફરી એક વખત ખેડૂતોની કમર તૂટી જશે. જ્યારે બીજી તરફ, અમદાવાદમાં મોડી રાત્રીના વરસાદ વરસ્યો હતો. જયારે સવારના સમયે પશ્ચિમ વિસ્તારમાં વેજલપુર, જીવરાજપાર્ક, શ્યામલ, ચાંદલોડિયા અને ગોતા વિસ્તારોમાં વરસાદી માહોલ બન્યો હતો.
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી ત્રણ વરસાદી માહોલ બન્યો રહેશે. રાજ્યના મોટાભાગના જિલ્લામાં આગામી પાંચ દિવસ કમોસમી વરસાદ વરસશે. રાજ્યના વાતાવરણ પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે. પ્રથમ મે થી ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રીય થશે તેવી શક્યતા રહેલી