રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઇ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માતના બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે આજે વધુ એક અકસ્માત અમદાવાદથી સામે આવ્યો છે.
અમદાવાદના નારોલ પાસે ગયા અઠવાડિયે બાઈક અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર ત્રણ સગીર સવાર થઈને નારોલ સર્કલથી અસલાલી બ્રિજ તરફ જવાના રસ્તા પર જઈ રહ્યા હતા તે દરમિયાન બાઈક ટ્રકના પાછળના ભાગમાં જઈને અથડાઈ ગયું હતું. તેના લીધે એક સગીરનું ઘટનાસ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે બે સગીરને ગંભીર ઈજા પહોંચી હતી. આ બાબતમાં પોલીસ દ્વારા સગીરને બાઈક આપનાર તેની માતાના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં હજુ આટલા દિવસ રહેશે કમોસમી વરસાદનો કહેર
પોલીસ તપાસમાં જાણકારી સામે આવી છે કે, બાઈક સ્પીડમાં હોવાના લીધે સગીર દ્વારા સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેવામાં આવ્યો હતો તેના લીધે ટ્રકની પાછળ બાઈક ટકરાઈ ગયું હતું. તેના લીધે ત્રણેય સગીર ગંભીરરીતે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. અકસ્માત બાદ સ્થાનિક લોકો એકઠા થઈ ગયા અને ત્રણેય સગીરને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા. ત્યાં ફરજ પર રહેલા તબીબે એક સગીરને મૃત જાહેર કરવામાં આવ્યો હતો અને અન્ય બે ઈજાગ્રસ્ત સગીરને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એવામાં હવે સમાચાર સામે આવ્યા છે કે, દાખલ કરવામાં બે સગીરનું હવે મોત નીપજ્યું છે. આ મામલાની જાણ ટ્રાફિક પોલીસને કરવામાં આવતા લાઈસન્સ ન હોવા છતા બાઈક આપનાર તેની માતા રંજનબેન રાઠોડ સામે ટ્રાફિક પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરી ધરપકડ કરવામાં આવી છે.
નોંધનીય છે કે, રંજનબેન પાસેથી તેમનો સગીર દીકરો બાઈક લઈને તેના મિત્રોના ઘરે તેમને લેવા માટે ગયો હતો. ત્યાર બાદ ત્રણેય મિત્રો ફરવા માટે નીકળ્યા હતા. તે સમયે સગીર દ્વારા તેના બીજા એક મિત્રને બાઈક ચલાવવા માટે આપવામાં આવ્યું હતું. સગીર મિત્ર દ્વારા ઓવરસ્પીડમાં બાઈક ચલાવ્યુ હોવાના લીધે સ્ટેરિંગ પરથી તેને કાબુ ગુમાવી દીધો અને ટ્રકની પાછળના ભાગે બાઈક ટકરાઈ ગયું હતું.
આ પણ વાંચો: Gajlaxmi Rajyog : ગુરુ ગોચરથી મેષ રાશિમાં બન્યો ગજલક્ષ્મી રાજયોગ, બદલાશે આ લોકોનું ભાગ્ય