હાલનો યુગ સોશિયલ મીડિયાનો રહેલો છે. એવામાં યુવા લોકોને રીલ્સ અને ફોટોસ પોસ્ટ કરવાનો અનોખો શોખ રહેલો છે. તેમાં પોલીસ કર્મીઓ બાકી રહ્યા નથી કેટલાક પોલીસ કર્મચારીઓ પણ ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવતા હોય છે અને શેર પણ કરતા હોય છે. એવામાં પોલીસ કર્મચારીઓ માટે સરકાર દ્વારા નવી પોલીસી જાહેર કરવામાં આવી છે. તેના આધારે ગુજરાતના પોલીસ કર્મીઓ હવે વર્ધી પહેરીને રીલ્સ કે વિડીયો બનાવી શકશે નહીં.
સોશિયલ મીડિયા ઉપયોગ માટેની પોલીસને લઈને પોલિસી જાહેર કરી છે. ગુજરાત પોલીસના અધિકારીઓ-કર્મચારીઓ માટે આ પોલિસી જાહેર કરાઈ છે. તેના આધારે હવે વર્ધી પહેરીને રિલ્સ, વીડિયો ઉતારીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પોલીસ દ્વારા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી આચાર સંહિતા બહાર પાડવામાં આવી છે.
જ્યારે આ અગાઉ બહાર પાડેલી આચારસંહિતામાં થોડા ફેરફાર કરવામાં આવ્યા છે. નવી આચાર સહિતા બહાર પાડવાની પોલીસ વિભાગને ફરજ પાડવામાં આવી છે. પોલીસ કર્મચારીઓને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા હવે આચાર સંહિતાનું ધ્યાન રાખવું પડશે. આ સિવાય પોલીસ કર્મચારીઓ સોશિયલ મીડિયા પર સરકાર વિરુદ્ધ ટીકા કે ટિપ્પણી પણ તે કરી શકશે નહીં.