રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત દ્વારકા હાઈવેથી સામે આવ્યો છે.
દ્વારકા હાઈવે પર કાર અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવાદના પરિવારનો કાર અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. અમદાવાદનો પરિવાર દ્વારકાથી સોમનાથ આવી રહ્યો હતો તે સમયે કારનું અચાનક ટાયર ફાટી જતા કારનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક યુવાન તથા તેમના પુત્ર અને એક મહિલાનું મોત નીપજ્યું હોવાની જાણકારી સામે આવી છે. જ્યારે અન્ય મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તેમને જામનગરની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, આ કારમાં આઠ લોકો રહેલા હતા. જ્યારે આ કારમાં અમદાવાદના અનિલ બારોટ અને તેમના પુત્ર સહીત અન્ય છ લોકો રહેલા હતા. એવામાં પોરબંદર હાઈવે પર ભીમપરા ગામ પાસે કારનું ટાયર ફાટતા કાર જમીન પર ઉતરીને રોડની બીજી તરફ આવેલ ખાડા પડી ગઈ હતી. તેના લીધે અનિલભાઈ બારોટ તથા તેમના 13 વર્ષના પુત્ર પ્રિન્સને ગંભીર ઈજા પહોંચી હતી. ત્યાર બાદ તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. ત્યાં ટૂંકી સારવાર બાદ બંનેના કરુણ મોત નીપજ્યા હતા.
જ્યારે આ અકસ્માતમાં તેમની સાથે જઈ રહેલ અન્ય બે મહિલાઓ પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા જામનગરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. જેમાં એક મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. તેના લીધે આ અકસ્માતમાં ત્રણ લોકોના કરુણ મોત નીપજ્યા છે. આ સિવાય એક મહિલા અને બે બાળકોને દ્વારકાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી આ કારમાં આઠ લોકો જઈ રહ્યા હતા. જેમાં નારોડામાં રહેનાર અને કઠવાળા ગામના રહેવાસી અનીલભાઇ બારોટ, ધારાબેન અનીલભાઇ બારોટ, પ્રીન્સ અનીલભાઇ બારોટ જ્યારે તેમના સંબંધી નિતેશભાઇ બારોટ, ગીતા નિતેશભાઈ બારોટ, કીયાંત નિતેશભાઇ બારોટ, વેદ રોહીતભાઇ બારોટ, શિતલ બારોટ દ્વારકા દર્શન કરી સોમનાથ દર્શન માટે રવાના થયા હતા. પરંતું દ્વારકાથી રવાના થયાના થોડા અંતરમાં જ તેમનો અકસ્માત સર્જાયો હતો. જેમા પિતા અનીલભાઇ, અનીલભાઇના પુત્ર પ્રીન્સ તથા શિતલબેન બારોટનું કરુણ મોત નીપજ્યુ છે. જ્યારે અન્ય લોકો સારવાર હેઠળ રહેલા છે.