રાજ્યમાં સતત ગરમી બાદ હવે વરસાદી માહોલ બનતો જોવા મળી રહ્યો છે. કેમકે તેને લઈને સતત હવામાન વિભાગ દ્વારા આગાહીઓ કરવામાં આવી રહી છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં બે વાવાઝોડા અને વરસાદને લઇને એક મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી બે દિવસ બાદ સામાન્ય વરસાદ રહેશે.
તેની સાથે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 30 થી 40 કિલોમીટરના ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે. તેના લીધે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે. જ્યારે હવે આ બધાની વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વાવાઝોડાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આ અગાઉ આગાહી કરી હતી કે, આ વર્ષ ભારે રહેવાનું છે. કેમ કે આ વર્ષે અનેક કુદરતી પ્રકોપ આવી શકશે. જ્યારે હવે તેમણે 2023 વાવાઝોડાનું વર્ષ બનવાની આગાહી કરી છે. તેમના મુજબ ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરમાં વાવઝોડાની શક્યતા વ્યક્ત કરી છે.
અંબાલાલ પટેલ દ્વારા પાંચ ઓક્ટોબરના રોજ ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. 17 ઓક્ટોબર દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં પવનનું જોર જોવા મળશે. જ્યારે 16 મી નવેમ્બર બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ જોવા મળશે. આ સિવાય 18, 19 અને 20 ના રોજ વાવાઝોડાની શક્યતા રહેલી છે. જ્યારે ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં વાવાઝોડાની શક્યતા રહેલી છે.
આ સિવાય હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અરબ સાગર થી વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થઈ છે. હાલમાં વાવાઝોડું ઓમાન તરફ ચાલ્યુ ગયું છે. તેમ છતાં વાવાઝોડાની ગુજરાતમાં અસર જોવા મળશે. વાવાઝોડાના લીધે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. ત્યારે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે.