AhmedabadGujarat

બિપોરજોય વાવાઝોડા આજથી શરુ થશે, પાંચ દિવસ સુધી શહેરોમાં વરસાદી માહોલ બનશે

ગુજરાતના દરિયાકાંઠા તરફ બિપોરજોય વાવાઝોડું ધીરે-ધીરે આગળ વધી રહ્યું છે. તેના લીધે 11 થી 13 જૂન વચ્ચે અત્યંત તીવ્ર ગતિએ પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે. તેની સાથે ચક્રવાત જોવા મળી શકે છે. બિપરજોય વાવાઝોડાની અસરના લીધે ગુજરાતનો દરિયો ગાંડાતૂર બન્યો છે. દરિયામાં ઊંચાં મોજાં ઉછળતાં હોવાના લીધે તંત્ર દ્વારા લોકોને દરિયામાં જવાની ના પાડી છે.

જ્યારે વડોદરામાં બિપરજોય વાવાઝોડાને લઈને જિલ્લામાં બધા તલાટીઓને સ્ટેન્ડ ટુ રહેવા આદેશ આપવામાં આવ્યો છે. જિલ્લા કંટ્રોલ રૂમનો ટોલ ફ્રી નંબર 1077 જાહેર કરવામાં આવ્યો છે. તમામ 8 તાલુકાઓમાં પણ કંટ્રોલ રૂમ શરૂ કરવાની સાથે લાયઝન ઓફિસરની નિમણુંકતા કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, વાવાઝોડું પાંચ દિવસ સુધી ગુજરાત પહોંચે તેવી કોઈ શક્યતા રહેલી નથી. વાવાઝોડું પ્રતિ 6 કિમીની ઝડપથી આગળ જઈ રહ્યું છે. છે. જ્યારે હાલ પોરબંદરથી 930 કિમી દૂર રહેલુ છે. આ રીતે ગુજરાત પરથી વાવાઝોડાનો ખતરો ઓછો જોવા મળી રહ્યો છે. આગામી 5 દિવસ વાવાઝોડું ગુજરાત પહોંચે તેવા કોઈ અણસાર રહેલા નથી. તેમજ વાવાઝોડું ગુજરાત પહોંચે તે પહેલા જ વાવાઝોડું પાકિસ્તાન તરફ ફંટાઈ તેવી શક્યતા રહેલી છે.

તમને જણાવી દઈએ કે, પોરબંદરથી 1130 કિમી દૂર અરબ સાગરમાં મંગળવારના બિપરજોય વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. તેના લીધે ગુજરાતનું તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું હતું. ત્યારે હાલ રાહતના સમાચાર એ છે કે, આ વાવાઝોડું ગુજરાત આવે તેવી શ્કયતા ઓછી રહેલી છે. જ્યારે વાવાઝોડાની અસર રૂપે ગુજરાતમાં વરસાદ માહોલ બનવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ગુજરાતમાં 20 થી 25 જૂન વચ્ચે ચોમાસાની શરૂઆત થશે. કેરળમાં વરસાદ વરસતા ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી કરાય છે. વાવાઝોડાની અસરથી હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જેવો જ રહેશે.