અમદાવાદમાં રહેતા એક વૃદ્ધએ પોતાની એકલતા દૂર કરવા માટે થઈને બીજા લગ્ન કર્યા હતા. પરંતુ આમ કરવું વૃદ્ધને ભારે પડ્યું હતું. બીજા લગ્ન પછી પત્નીએ પોતાને એઇડ્સ રોગ હોવાનો ઘટસ્ફોટ કરતા જ વૃદ્ધના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. તેમજ પત્નીએ લગ્ન કર્યા પછી વૃદ્ધ પાસેથી પૈસા અને મિલકત પડાવી લેવાના ખેલ શરૂ કર્યા હતા. શરૂ કર્યુ હતું. આખરે પત્નીના ત્રાસથી કંટાળી ગયેલા વૃદ્ધએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં એક વૃદ્ધની પત્નીનું અવસાન થઈ ગયું હોવાથી વૃદ્ધએ પોતાની એકલતા દૂર કરવા માટે બીજા લગ્ન કર્યા હતા. લગ્ન કર્યા પછી બીજી પત્નીએ જણાવ્યું કે તેને એઇડ્સની બીમારી છે. જે પછી ગભરાઈ ગયેલા વૃદ્ધએ તેમની બીજી પત્ની સાથે શારીરિક સંબંધો બાંધવાનું ટાળીને માત્ર વાતચીત ઓઉરતા સંબંધો રાખ્યા હતા. બીજી પત્નીના અગાઉ લગ્ન થયા હતા તે પતિ પાસેથી થયેલી દીકરીઓનો અભ્યાસ અને અન્ય ખર્ચ પણ આ વૃદ્ધ જ ઉઠાવતા હતા.
નોંધનીય છે કે, પત્ની વૃદ્ધ પાસેથી અવારનવાર રૂપિયા માંગવા લાગી હતી. અને જો વૃદ્ધ પૈસા આપવાની ના પડે તો તે ઝઘડો કરતી હતી. રૂપિયા ન આપે તો વૃદ્ધ સાથે ઝઘડા કરતી હતી. આ ઉપરાંત આ મહિલા અનેક વખત ઝઘડો કર્યા પછી આપઘાત કરી લેવાની ધમકી પણ આપતી હટી6. જેથી વૃદ્ધ મહિલા કહે તેમ પૈસા આપી દેતા હતા.
તમને જણાવી દઈએ કે, બીજી પત્નીએ એક દિવસ તેના માતા તેમજ બે બનેવી ઘરે બોલાવ્યા હતા. જે દરમિયાન માહિલનજ માતાએ દીકરીના નામે મકાન કરી દેવા વૃદ્ધને કહ્યું હતું. અને જો આમ નહીં કરે તો હાથ પગ તોડી દેવાની ધમકી આપી હતી. અને મહિલાના બે બનેવીઓએ વૃદ્ધને માર પણ માર્યો હતો. જેથી બીજી પત્ની અને તેના ઘરનાઓના ત્રાસથી કંટાળીને વૃદ્ધએ આખરે આ મામલે તેની પત્ની, સાસુ અને બે સાઢુ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ નોંધાવી હતી. હાલ તો પોલીસે આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.