
બિપોરજોય વાવાઝોડાને લઈને આવ્યા મોટા સમાચાર સામે આવ્યા છે. વાવાઝોડા દ્વારા ફરી દિશા બદલી નાખવામાં આવી છે. પાકિસ્તાન તરફ જઈ રહેલ વાવાઝોડું ફંટાઈને હવે ગુજરાત તરફ વળ્યું છે. જ્યારે હવે આ વાવાઝોડાને લઈને મોટી જાણકારી સામે આવી છે. બિપોરજોય વાવાઝોડું 15 તારીખના બપોરના 11 થી 3 વાગ્યાના સમયગાળામાં ગુજરાતથી ટકરાશે. આ વાવાઝોડાની અસર પોરબંદર, ઓખા, બેટ દ્વારકા અને કચ્છમાં જોવા મળશે.
તેમ છતાં વાવાઝોડાની સચોટ દિશા હાલ નક્કી કરવી અસંભવ રહેલી છે. કારણ કે, હજુ પણ વાવાઝોડાની દિશા બદલાઈ શકે તેવી શક્યતા રહેલી છે. જો આવું થશે તો ગુજરાત માટે રાહત સમાચાર રહેશે. પરંતું હાલમાં વાવાઝોડુ ગુજરાત તરફ સતત આગળ વધી રહ્યું છે. વાવાઝોડું 15 તારીખના બપોરે દરિયાકાંઠે ટકરાવવાનું અનુમાન રહેલું છે. તેની ગતિ 125 થી 135 કિમી પ્રતિ કલાક સુધી રહેવાની છે. જ્યારે તે ટકરાશે ત્યારે તેની ગતિ 150 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે. પરંતુ આ વાવાઝોડુ કચ્છને વધુ અસર કરે તેવી શક્યતા જોવા મળી રહી છે.
રાહત કમિશનર અશોક પાંડે દ્વારા વાવાઝોડાની લઈને જણાવવામાં આવ્યું છે કે, ૧૪ અને ૧૫ તારીખના રોજ કચ્છની આજુબાજુ વાવાઝોડાની વધુ અસર જોવા મળશે. કચ્છ અને કરાંચી વચ્ચે બિપોરજોય ટકરાવાની શક્યતા સૌથી વધુ જોવા મળી રહી છે. વાવાઝોડા દરમિાયન કચ્છ, જામનગર, મોરબી, દ્વારકા અને ગીરરસોમનાથમાં ભારે અસર જોવા મળશે. તેની સાથે જો વાવાઝોડું વધુ ઉપર જશે તો બનાસકાંઠા અને પાટણ પર તેની અસર જોવા મળી શકે છે.
તેની સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા રાજ્ય ના દરિયાઈ વિસ્તાર ના જિલ્લાઓ માં સંભવિત બિપોરજોય વાવાઝોડા ની અસર સામે જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવેલ આગોતરા આયોજન અને આપત્તિ વ્યવસ્થાપન કામોમાં માર્ગદર્શન માટે રાજ્ય મંત્રી મંડળના વરિષ્ઠ મંત્રીઓને આ જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવેલ છે. આ સિવાય કચ્છ જિલ્લામાં મંત્રી ઋષિકેશ પટેલ, મોરબીમાં કનુભાઈ દેસાઈ, રાજકોટ જિલ્લામાં રાઘવજી પટેલ, પોરબંદરમાં કુવરજી બાવળિયાની સાથે જામનગર જિલ્લામાં મુળુભાઇ બેરા અને દેવભૂમિ દ્વારકામાં હર્ષ સંઘવી, જૂનાગઢ જિલ્લા માટે જગદીશ વિશ્વકર્મા અને ગીર સોમનાથ માટે પરસોત્તમ સોલંકીને આ જવાબદારી સોંપાઈ છે. જ્યારે આ બધા મંત્રીઓને તેમને સોંપાયેલા જિલ્લાઓમાં પહોંચી જવાની સૂચનાઓ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવી છે.