GujaratMadhya Gujarat

બધા વચ્ચે વટ પાડવા આ નેતાએ વિદ્યાર્થીનીને ટુ વ્હીલર ફ્રીમાં આપવાની વાત કરીને વિદ્યાર્થીનીના નામે 1 લાખની લોન કરી દેતા પરિવાર મુકાયો મુશ્કેલીમાં

નેતાઓ પોતાની વાહવાહી લૂંટવા માટે ગમે તે કરવા માટે તૈયાર રહેતા હોય છે. પરંતુ આ રીતે વાહવાહી લૂંટવાના ચક્કરમાં ક્યારેક કોઈ ગરીબ ફસાઈ જતું હોય છે. આવું જ કંઈક વડોદરામાં સામે આવ્યું છે. જ્યાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન એક નેતાએ સીએનો અભ્યાસ કરી રહેલ ગરીબ યુવતીને ટુ વ્હીલર ફ્રીમાં આપવાની જાહેરાત કરી અને યુવતીને ટુ વ્હીલર આપી પણ દીધી. પરંતુ ટુ વ્હીલરની 1 લાખ રૂપિયાની લોન યુવતીના નામે કરી દેતાં યુવતી અને તેનો પરિવાર હાલ મુશ્કેલીમાં મુકાયો હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, 12 જુનના રોજ વડોદરામાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ હતી. જેમાં રાજકીય નેતાઓ તેમજ અધિકારીઓએ આ કાર્યક્રમમાં હાજરી આપીને બાળકોને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો. ત્યારે સોખડા નજીક આવેલ લાલજીપુરા નામના ગામની પ્રાથમિક શાળામાં પણ પ્રવેશોત્સવની ઉજવણી કરાઇ હતી. જેમાં સોખડા બેઠકના કોંગ્રેસના જિલ્લા પંચાયત સભ્ય એવા કિરણસિંહ રાઠોડ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગામની સૌથી વધુ ભણેલી અને હાલ CAનો અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થિની આરતી પરમાર પણ ત્યાં હાજર હતી. ત્યારે જિલ્લા પંચાયતના સભ્ય કિરણસિંહ રાઠોડે લોકો વચ્ચે પોતાનો વટ પાડવા નાતે થઈને જાહેરમાં આરતી પરમારને અભ્યાસ માટે ટુ વ્હીલર આપવાની જાહેરાત કરી હતી. બા નેતા કિરણસિંહ રાઠોડે CAનો અભ્યાસ કરી રહેલ આરતી પરમારને સાથે બેસાડીને સોશીયલ મીડિયા પર એક વિડિયો પણ મુક્યો હતો. પરંતુ હકીકત કઈક જુદી જ છે. કિરણસિંહ રાઠોડ આરતી પરમારને લઈને એક શો રૂમમાં ગયા અને ત્યાં જઈને એક પ્લેઝર ટુ વ્હીલર આરતીને અપાવ્યું હતું. જો કે, કિરણસિંહ રાઠોડે ફ્રીમાં ટુ વ્હીલર અપાવવાની વાત કરી અને શો રૂમમાં જઈને માત્ર 10 હજાર રૂપિયા આપીને 1 લાખ રૂપિયાની લોન આરતીના નામે કરી દીધી હતી. આમ ફ્રીમાં ટુ વ્હીલર આપવાની વાત કરીને આરતીના નામે લોન કરી દેતા આરતીને પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થયો હતો.

તમને જણાવી દઈએ કે, આરતીના વાલી દિવ્યાંગ છે અને તેમની આર્થિક પરિસ્થિતિ પણ એટલી સારી નથી મેં તેઓ આ ગાડીના હપ્તા ભરી શકે. ત્યારે આ સમગ્ર મામલે આરતી પરમારે જણાવ્યું હતું કે, કિરણસિંહ રાઠોડે ફ્રીમાં ટુ વ્હીલર અપાવવાની વાત કરીને માત્ર ડાઉનપેમેન્ટ ભર્યું અને લોન મારા નામે કરી દીધી હવે અમે લોન કઈ રીતે ભરીશું? કિરણસિંહે અમને મફતમાં ટુ વ્હીલર અપાવવા કહ્યું હતું તો મને મફતમાં જ મળવું જોઈએ. ત્યારે કિરણસિંહ સાથે વાતચીત થતા તેમણે જણાવ્યું કે, આરતી પરમારને ટુ વ્હીલર અપાવવા માટે થઈને ગામના જ એક યુવકે અન્ય દાતાઓ પાસેથી 30000 રૂપિયા લીધા છે, એમાંથી જ ટુ વ્હીલરની લોનના હપ્તા ભરવાના હતા. અને યુવકે તે જ દિવસે કહ્યું હતું કે, તમારે માત્ર ટુ વ્હીલરનું માત્ર ડાઉન પેમેન્ટ જ ભરવાનું છે. ત્યારપછી આ યુવક ફરી ગયો હતો અને આરતી પરમાર માટે ઉઘરાવેલા પૈસા ચાઉ કરી ગયો હતો. યુવતીનો વિડિયો બનાવી ભાજપ વાળાએ ખોટો વિવાદ ઉભો કર્યો છે.