આજે અમદાવાદમાં 146 મી રથયાત્રા રંગેચંગે નીકળવાની છે. એવામાં આજે વરસાદ વરસશે કે નહીં તેને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. તેમના દ્વારા આજે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આજે અષાઢ સુદ બીજના વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ વરસવાની શક્યતા છે. જ્યારે અષાઢ સુદ પાંચમની રાજ્યના કેટલાક ભાગોમાં વીજળી પણ થવાની શક્યતા રહેલી છે.
તેના સિવાય તેમણે એ પણ જણાવ્યું છે કે, આગામી દિવસોમાં રાજ્યમાં ભારે વરસાદ વરસી શકે છે. મૃગશેષ નક્ષત્રમાં વરસાદ થવાના કારણે વાવેતર કરવામાં આવેલ પાકમાં કાતરા પાડવાની શક્યતા રહેલી છે. આ સાયકલ 25 થી 27 દિવસ સુધી ચાલવાની શક્યતા રહેલી છે. જ્યારે કાતરાઓ ઉભા કૃષિ પાકોને ખાઈ જાય છે. જ્યારે મારવાડના રણમાં તીડની ઉત્પતી થવાની શક્યતા રહેલી છે.
જ્યારે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આજે અષાઢી બીજના દિવસે એટલે રથયાત્રાના દિવસે અમદાવાદમાં છુટોછવાયો વરસાદ રહી શકે છે. તેની સાથે ભેજના લીધે વરસાદી માહોલ બનશે. આ સિવાય તાપી, ડાંગ, ભરૂચ, સુરત તેમજ વડોદરામાં પણ વરસાદ વરસી શકે છે. હાલ કોઈ સિસ્ટમ સક્રિય રહેલ નથી. પરંતું ભેજ અને પશ્ચિમથી દક્ષિણ પશ્ચિમનાં પવન ફૂંકાઈ રહ્યા છે. તેના લીધે તાપમાનમાં સામાન્ય વધારો જોવા મળશે. તેમ છતાં વરસાદી માહોલ બનશે.