આસારામ કેસને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ દુષ્કર્મ કેસની વાત કરવામાં આવે તો આ આરોપી દ્વારા નવ વર્ષ અગાઉ સાક્ષી પર એસિડ ફેંકવામાં આવ્યું હતું. અંતે આ આરોપી સુરત પોલીસના હાથે લાગી ગયો છે. પોલીસ દ્વારા તેની ધરપકડ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા આરોપી સુનિલ ઉર્ફે શૈલેન્દ્ર બાલકિશન શાહુને ઝડપી પાડવામાં આવ્યો છે. નવ વર્ષ અગાઉ આ કેસમાં જોડાયેલા સાક્ષીઓને અનેક રીતે ધમકાવવા આવ્યા હતા. જ્યારે એસિડ ફેંકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે, આસારામ અને તેના પુત્ર નારાયણ સાંઇ પર અમદાવાદ અને સુરતમાં 2013-14 માં દુષ્કર્મનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં ફરિયાદી તરફી સાક્ષીઓમાં દિનેશ ચંદાણી મદદ કરતા હોવાથી તેમના પર સામાપક્ષ તરફથી દબાણ કરવામાં આવી રહ્યું હતું. જ્યારે આરોપી સુનિલ બાલકિશન શાહુ દ્વારા કેટલાક લોકોને સાથે લઈને આ મામલાને થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં સાક્ષી પોતાની વાત પર અડગ રહેતા ઉશ્કેરાયેલા સુનિલ દ્વારા હત્યા કરવાના ઇરાદે સાક્ષી પર એસિડ વડે હુમલો કરી દેવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે, આરોપી સુનિલ ઉર્ફે શૈલેન્દ્ર બાલકિશન શાહુની વાત કરવામાં આવે તો તે મૂળ મધ્યપ્રદેશનો છે. તેના દ્વારા સાક્ષી પર એસિડ હુમલો કરી નાસી જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અંતે સુનિલની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. ખટોદરા પોલીસ દ્વારા આ મામલામાં હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમ છતાં તે લાજપોર જેલમાં બંધ રહેલો હતો પરંતુ જામીન પર બહાર રહેલ સુનીલની ફરીથી વલણ બદલતા પોલીસ દ્વારા તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી શરુ કરવામાં આવી છે.