AhmedabadGujarat

ગુજરાતમાં ચોમાસાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ કરી મોટી આગાહી

બિપોરજોય વાવાઝોડાના લીધે ગુજરાતમાં ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે હવે ચોમાસાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 21 જૂન એટલે આજથી ગુજરાતમાં ચોમાસું બેસશે.

બિપોરજોય વાવાઝોડાના લીધે આ વર્ષે ચોમાસાની પેટર્નમાં ફેરફાર જોવા મળ્યો હતો. અરબ સાગરમાં ઉદભેલા તોફાનના લીધે કેરળમાં ચોમાસું મોડું બેસ્યું હતું. જ્યારે વાવાઝોડાનું અસર સમગ્ર દેશના ચોમાસા પર પડી છે. એવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જખૌ પોર્ટ પર થયેલા વાવાઝોડાનો ગુજરાતમાં પ્રકોપ આગામી 18 જૂન સુધી રહેવાનો છે. દેશના અન્ય રાજ્યોમાં આ વાવાઝોડાની અસર 21 જૂન સુધી રહેવાની છે. 21 જૂન બાદ વિધિવત રીતે રાજ્યમાં ચોમાસું બેસી જશે.

તેની સાથે આગામી જૂલાઈ મહિના સુધી વરસાદ ચોમાસા પેટર્ન અનુસાર વરસશે. જ્યારે આ વર્ષે ચોમાસામાં પૂરતો વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. વધુમાં તેમને જણાવ્યું કે, ગુજરાતમાં જૂનના છેલ્લા અઠવાડિયામાં ચોમાસું પહોંચે તેવું અનુમાન રહેલું છે. પરંતું 26 થી 27 દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની વરસવાની શક્યતા રહેલી છે. 4 જુલાઈ સુધીમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને અન્યભાગોમાં વરસાદ વરસવાની શક્યતા રહેલી કે.

અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બંગાળના ઉપસાગરમાં સક્રિય થયેલ સર્ક્યુલેશનને લીધે અતિભારે વરસાદ વરસી શકે છે. બંગાળના ઉપસાગરમાં વરસાદી પ્રક્રિયા તા. ૨૩ થી 25 જૂનમાં શરુ થશે. તેના લીધે વરસાદ દક્ષિણ, પૂર્વીય તટ ઉપરથી દેશના મધ્ય ભાગ સુધી પહોંચે તેવી શક્યતા રહેલી છે.