જામનગરમાં ત્રણ માળનું મકાન ધરાશાઈ, 10 વધુ લોકો દટાયા
જામનગરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. જામનગરમાં મકાન ધરાશાઈ હોવાની ઘટનાની સામે આવી છે. જામનગર શહેરમાં આવેલી ન્યુ સાધના કોલોની વિસ્તારમાં ત્રણ માળનું મકાન ધરાશાઈ થતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. તેના લીધે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો.
ઘટનાની જાણકારી મળતા જ ફાયરની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી છે. જ્યારે જાણકારી મુજબ, આ દુર્ઘટનામાં અંદાજીત ૧૦ લોકો જેવા કાટમાળની નીચે દટાયા છે. જામનગરની ન્યુ સાધના કોલોનીના બ્લોક નંબર ત્રણ માળ ધરાશાઈ થયો છે. સાધના કોલોની વિસ્તારમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ફાયર વિભાગની ટીમ હાલ ઘટનાસ્થળે પહોંચી આવી છે. એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે આવી ગઇ છે. દુર્ઘટના સર્જાતા સ્થાનિક લોકોની ભીડ એકઠી થઈ ગઈ છે.
તેમ છતાં અત્યાર સુધી જાનહાનીના કોઈ સમાચાર સામે આવ્યા નથી. હાલમાં ત્રણ ચાર લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે. જ્યારે હાલમાં બચાવકાર્ય કરવામાં આવી રહ્યું છે તેના પછી તમામ જાણકારી સ્પષ્ટ મળી શકશે. હાલમાં ચાર ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે.
દુર્ઘટનાની જાણકારી મળતા જ ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને મેયર ઘટનાસ્થળ પર પહોંચ્યા છે. ધરાશાયી થયેલો બ્લોક 32 વર્ષ જૂનો હોવાની જાણકારી સામે આવી છે. આ બ્લોકમાં એક ફ્લોર બે ફ્લેટ રહેલા છે. એવામાં ત્રણ ફ્લોર પરના છ ફ્લેટ ધરાશાઈ થઈ ગયા છે. વર્ષો જુના આ ફલેટ્સમાં લોકો રહી રહ્યા હતા. હાલમાં આ મામલામાં ફાયરબિગ્રેડ ટીમ દ્વારા બચાવકાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે.