બનાસકાંઠામાં પુત્રને ઠપકો આપવો પડ્યો ભારે, પુત્રે પિતાના લાકડાના ધોકા વડે કરી નાખી હત્યા
રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. દિવસને દિવસે હત્યાની ઘટના સામે આવતી રહે છે. જ્યારે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢના ખાપથી આવી ઘટના સામે આવી છે. પિતા દ્વારા પુત્રને ઠપકો આપવામાં આવતા પુત્ર દ્વારા પિતાની હત્યા કરી નાખવામાં આવી હતી. પુત્ર દ્વારા પિતાને લાકડાનો ધોકો મારી મોતને ઘાટ ઉતાર નાખવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ, બનાસકાંઠાના અમીરગઢના ખાપા ગામમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા પિતા દ્વારા પુત્રને ઠપકો આપવામાં આવ્યો હતો. તેના લીધે પુત્ર દ્વારા પિતાની હત્યા કરી નાખવામાં આવી હતી. પોલીસ દ્વારા મળેલી જાણકારી અનુસાર, ખાપા ગામમાં રહેનાર બકાભાઈ સાજાભાઇ ડુંગસીયા ગઈ કાલ રાત્રીના પોતાના ઘરમાં પત્ની સાથે કોઈ બાબતને લઈને ઝઘડો કરી રહ્યા હતા. તે સમયે પિતા સાજાભાઇ અણદાભાઇને ઝઘડો ન કરવા માટે પુત્ર દ્વારા કહેવામાં આવ્યું હતું. આ કારણોસર પિતાને ગુસ્સો આવતા તેમને પુત્રને ઠપકો આપ્યો હતો. તેના લીધે પુત્રને ખોટું લાગતા તેને પિતાની છાતીના ભાગ પર લાકડાના ધોકા વડે હુમલો કરી દીધો હતો. તેના લીધે સાજાભાઈ જમીન પર પડતા જ તેમનો જીવ ચાલ્યો ગયો હતો. એવામાં પુત્ર દ્વારા ;પિતાની હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગયો છે.
આ મામલામાં મૃતકના અન્ય પુત્ર મુકેશભાઈ સાજાભાઇ દ્વારા અમીરગઢ પોલીસ સ્ટેશનમાં પોતાના પિતાની હત્યા કરનાર ભાઈ બકાભાઈ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ મામલામાં પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને મૃતદેહ પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. જ્યારે પિતાની હત્યા કરનાર પુત્રની ધરપકડ કરીને જેલ ભેગો કરીને વધુ કાર્યવાહી શરુ કરી છે.