નડીયાદથી મીડિયા રિપોર્ટના આધારે એક મોટા સમાચાર સામે આવ્યા છે. નડીયાદમાં મજૂરી કામ કરનાર યુવકનું ખોદકામ દરમિયાન મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. નડીયાદના ઉત્તરસંડા રોડ પર ડ્રેનેજ લાઈનનું ખોદકામમાં કરવામાં આવી રહ્યું હતું તે સમયે અચાનક એક મજૂર આ ભેખડમ દટાઈ ગયો હતો. તેના લીધે ત્યાર બાદ તેને સારવાર લઇ જવામાં આવ્યો હતો પરંતુ તેનું ટૂંકી સારવાર બાદ કરૂણ મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ, નડિયાદના ઉત્તરસંડા રોડ પર એલ સ્ક્વેર કોમ્પલેક્ષનું ડ્રેનેજ લાઈનનુ કામ કરવામાં આવી રહ્યું હતું. જ્યારે અહીં જેસીબી વડે ડ્રેનજ માટે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. તે સમયે કેટલાક મજુરો અહીં કામગીરી પણ કરી રહ્યા હતા. એવામાં ખોદકામ દરમિયાન અચાનક માટીની ભેખડ પડતા એક મજૂર તેના નીચે દટાઈ ગયો હતો. તેમ છતાં સ્થાનિક લોકો અને અન્ય મજુરો દ્વારા નડિયાદ ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. તેમના દ્વારા મજૂરનું રેસ્ક્યુ કરીને તેને જીવંત બહાર કાઢ્યો હતો. ત્યાર બાદ આ મજૂરને 108 એમ્બ્યુલન્સ દ્વારા નડીયાદની સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ત્યાં તેનું ટૂંકી સારવાર બાદ કરૂણ મોત નીપજ્યું હતું.
સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અહીં પ્રાઈવેટ ગટર ચોકઅપ થતા જેસીબીથી ખોદકામની કામગીરી દરમિયાન એક મજૂરનું ભેખડ નીચે દબાઈ જતા તેનું કરૂણ મોત નીપજ્યું છે. નડિયાદ સિવિલ હોસ્પિટલમા પીએમની કામગીરી હાથ ધરાઈ છે.