નોકરીના નામે આદિવાસી યુવતીઓ સાથે કરાઈ છેતરપિંડી, ત્રણ મહીનાનો પગાર પણ ના આપ્યો અને યુવતીઓ સાથે કરી મારામારી
નોકરી મેળવવા માટે લોકો આમતેમ સતત ફાંફાં માર્યા કરતા હોય છે. અને કેટલાક લોકો નોકરી મેળવવા માંગતા લોકોની મજબૂરીનો ગેરફાયદો ઉઠાવીને તેમની સાથે ચીટીંગ પણ કરતા હોય છે. આવુ જ કંઈક વડોદરા શહેરમાં સામે આવ્યું છે. જ્યાં આદિવાસી યુવતીઓને એક પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સંચાલકોએ પહેલા નોકરીની લાલચ આપી અને પછી ટ્રેનીંગના નામે તેમની પાસેથી 12 હજાર રૂપિયા લઈ લીધા હતા. અને યુવતીઓ જ્યારે ભાડું માંગવા ગઈ ત્યારે તેમની સાથે મારામારી કરી હતી. હાલ તો આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઋત્વે વેસનેસ નામની પ્રાઈવેટ લિમીટેડ કંપની વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલી છે. આ કંપનીના સંચાલકોએ ટેલિકોલરની નોકરી આપવાના નામે આદિવાસી યુવતીઓને બોલાવી અને બાદમાં ટ્રેનીંગના નામે આ યુવતીઓ પાસેથી 12 હજાર રૂપિયા લીધા હતા. અને તે લોકોએ યુવતીઓને જણાવ્યું હતું કે ટ્રેનીંગ પૂર્ણ થયા પછી યુવતીઓને માસિક રૂપિયા 12 હજાર થી 15 હજાર રૂપિયા પગાર આપશે.