AhmedabadGujarat

સાચવજો ! અમદાવાદના આ વિસ્તારમાં ભુવો પડતા ડમ્પર થઈ ગયું ગરકાવ

રાજ્યભારમાં વરસાદી માહોલ બનતા અમદાવાદમાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસ્યો હતો. જ્યારે અમદાવાદમાં વરસાદ પડવાની સાથે ભુવા પડવાનું શરુ થઈ ગયું છે. અમદાવાદમાં આવેલ ફતેવાડી વિસ્તારમાં વિશાળ ભૂવો પડ્યો હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ ભુવામાં ડમ્પર ફસાઇ ગયું હોવાની જાણકારી સામે આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, આ દુર્ઘટના સોમવારના મોડી રાત્રીના ઘટી હતી. મોડી રાત્રીના સવેરા હોટલ નજીકના રોડ પર એક વિશાળ મોટો ભુવો પડ્યો હતો. આ વિશાળ ભુવામાં ડમ્પર ગરકાવ થઈ જતા લોકોનો જોવા માટે જમાવડો થઈ ગયો હતો.

તેની સાથે લોકોમાં એ ચિંતા એ વધી ગઈ છે કે, ડમ્પર જેવું વહન ફસાઈ શકે છે તો નાના વાહનોની શું હાલત થઈ શકે છે. જ્યારે શહેરમાં આ ચોમાસાની ઋતુમાં અત્યાર સુધીમાં ૬૫ થી વધુ નાના મોટા ભૂવા પડ્યા છે. તે એક ચિંતાની બાબત કહેવાય શકે.

નોંધનીય છે કે, હવામાન વિભાગે રાજ્યમાં વરસાદના બીજા રાઉન્ડની આગાહી કરી દીધી છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 32 ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદના બીજા રાઉન્ડની તારીખો આપવામાં આવી છે. ત્રણ દિવસ બાદ રાજ્યમાં ફરી વરસાદ માહોલ બનશે. ગુજરાત હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતી દ્વારા રાજ્યમાં વરસાદના બીજા રાઉન્ડની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા છ અને સાત જુલાઈના રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.