AhmedabadGujarat

તુર્કીમાં સર્જાયો ભયંકર અકસ્માત, સામ-સામે કાર અથડાતા ચાર ગુજરાતીઓના વિધાર્થીઓના કરૂણ મોત

તુર્કી દેશથી અકસ્માતની મોટી ઘટના સામે આવી છે. જેમાં એક કાર અકસ્માતમાં ચાર ગુજરાતીઓના મોત નિપજ્યા હોવાની જાણકારી સામે આવી છે.છે. તુર્કી દેશમાં અભ્યાસ કર્યા બાદ હોટલ મેનેજમેન્ટ કરતી ગુજરાતી યુવતી મિત્રો સાથે ફરવા માટે નીકળેલી હતી. તે દરમિયાન કિરેનીયા નજીક કારનો અકસ્માત સર્જાતા યુવતી સહિત ચારેય ગુજરાતીઓના કરૂણ મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ આ અકસ્માતમાં પ્રતાપ ભુવાભાઈ કારાવદરા, અંજલી મકવાણા, જયેશ અગાથ અને પુષ્ટિ હીનાબેન પાઠક ના કરૂણ મોત નીપજ્યા છે. જાણકારી મુજબ, વડગામના ભાંગરોડીયા ગામની યુવતી સહિત ચાર ગુજરાતીઓના તુર્કીમાં કરૂણ મોત થયા છે. બે કાર સામ-સામે ટકરાતા અકસ્માતમાં 4 લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે આ ચારેય ગુજરાતી હતા. તુર્કીમાં BSC MLT નો અભ્યાસ કર્યા બાદ હોટલ મેનેજમેન્ટ કરતી ભાંગરોડીયાની અંજલી મકવાણાનું મોત થતા પરિવારમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે.

જ્યારે વડગામ તાલુકાના ભોગરોડિયા ગામની 21 વર્ષીય યુવતી અંજલી મકવાણા છેલ્લાં એક વર્ષથી તુર્કીમાં અભ્યાસ કરી રહી હતી. તે તુર્કીમાં હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરી રહી હતી. ગઈ કાલના રજાનો દિવસ હોવાના કારણે તે તેના અન્ય ગુજરાતી મિત્ર સાથે કાર લઈને ફરવા માટે નીકળેલી હતી. ચારેય મિત્રો અંજલી, પ્રતાપ, જયેશ અને પુષ્ટિ કારમાં જઈ રહ્યા હતા તે સમયે તે કિરેનિયા પાસે હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે એક ફૂલઝડપે આવી રહેલી કાર અથડાઈ હતી. જેમાં ચારેય મિત્રોના ઘટના સ્થળ પર કરૂણ મોત નીપજ્યા હતા. જયારે સંતાનોના મોતની જાણ થતા ચારેય પરિવારજનોને ઘેરો આઘાત પહોંચ્યો છે.