AhmedabadGujarat

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી ભયંકર આગાહી, રાજ્યમાં આગામી છ દિવસ રહેશે વરસાદી માહોલ

ગુજરાતમાં થોડા દિવસના વિરામ બાદ ફરીથી વરસાદી માહોલ બન્યો છે. એવામાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ચોમાસાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી છ દિવસમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરી છે. જ્યારે કેટલાક સ્થળો માં પૂરની સ્થિતિ પણ ઉભી થઈ શકે તેવી પણ આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહી વચ્ચે હવામાન વિભાગ દ્વારા કેટલાક જિલ્લાઓમાં એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. તેની સાથે દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ વરસાદ વરસવાની શક્યતા રહેલી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, રાજ્યમાં આગામી 7 થી 12 જુલાઈ વચ્ચે ભારેથી અતિભારે વરસાદની વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ છે. અંબાલાલ પટેલ દ્વારા તે પણ જણાવવામાં આવ્યું છે કે, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે ભારે વરસાદના લીધે કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પણ ઉભી શકે છે. એવામાં સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગમાં પણ ભારે વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. પશ્ચિમ સૌરાષ્ટ્ર તથા કચ્છના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે.

તેની સાથે અંબાલાલ પટેલ આગાહી કરવામાં આવી છે કે, બનાસકાંઠામાં 8 ઈંચથી વધુ, પાટણ, મહેસાણા, વડોદરા, આણંદમાં 4-4 ઇંચ વરસાદની શક્યતા રહેલી છે. જ્યારે વલસાડ, નવસારી, સુરત, ડાંગમાં 15 ઈંચથી વધુ વરસાદ વરસી શકે છે. નોંધનીય છે કે, ભારે વરસાદની આગાહી ની અસર જોવા રાજ્યના વાતાવરણમાં પણ દેખાઈ રહી છે. દેવભૂમિ દ્વારકા પટ્ટી પર વરસાદની શરૂઆત થઈ ગઈ છે. આ સિવાય અન્ય જિલ્લાઓ માં વાદળછાયુ વાતાવરણ પણ બન્યું છે.