ઉછીના પૈસા પરત માંગતા સાળાએ બનેવીને આપી ધમકી, બનેવીએ કંટાળીને કરી લીધો આપઘાત
રાજકોટ શહેરના રોકડિયા પરા વિસ્તાર ખાતે વસવાટ કરતા અયુબભાઈ કુરેશી નામના વ્યક્તિએ ગત 7 જુલાઈ 2023 ના રોજ રાત્રે 9.00 વાગ્યા ના સમયની આસપાસ તેમણે પોતાના ઘરમાં જ ઝેરી દવા ઘટઘટાવીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ઝેરી દવા પીવાથી બેભાન થઈ ગયેલા અયુબભાઈ કુરેશીને રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન શનિવારના રોજ મોત નીપજ્યું હતું. ત્યારે અયુબભાઈને આપઘાત કરવા માટે માટે મજબૂર કરનારા મૃતક અયુબભાઈ ના સાળા સહિત કુલ ચાર વ્યક્તિઓ વિરુદ્ધ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે.
મૃતકના નાનાભાઈ ઇમ્તિયાઝ કુરેશીએ આ સમગ્ર મામલે જણાવ્યું હતું કે, અયુબભાઈએ ગત 7 તારીખના રોજ તેમના જ ઘરમાં ઝેરી દવા ઘટઘટાવીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે તેમના ખિસ્સામાંથી અમને એક ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે, તેમનો સાળો ઇમરાન બેલીમ કારખાનું કરવાના નામે તેમની પાસેથી 9 લાખ રૂપિયા લઈ ગયો છે. ત્યારે આ પૈસા પરત અપવાને બદલે ઇમરાન બેલીમ અયુબભાઈને ધમકી આપતો હતો કે જો પૈસા પરત માંગીશ તો તને જાનથી મારી નાખીશ.
ઐયુબભાઈએ મારી ભાભી મરિયમ બેન તેમજ તેમના ભાઈ ઇમરાન બેલીમ, હુસેન બેલીમ સહિતને આશરે આઠેક વર્ષ પૂર્વે 2016થી લઈ 2019 સુધી કટકે-કટકે 9 લાખ રૂપિયા હાથ ઉછીના આપ્યા હતા.
ઈમ્તિયાઝ કુરેશીએ વધુમાં જણાવ્યું કે, અયુબભાઈ એ મારી ભાભી 8 વર્ષ પહેલાં 2016 થી લઈને 2019 સુધીમાં અયુબભાઈ ના પત્ની મરિયમ બેન, તેમના ભાઈ ઇમરાન બેલીમ તેમજ હુસેન બેલીમ સહિતને ઉછીના પેટે કટકે કટકે કરીને 9 લાખ રૂપિયા આપ્યા હતા. પરંતુ અયુબભાઈએ જ્યારે પૈસા પરત માંગ્યા ત્યારે તેમની મરિયમ બેન રિસાઈ ને તેમના પિયર જતી રહી હતી. ત્યારે ઇમરાન બેલીમ, રુક્ષાના બેલીમ, હનીફ બેલીમ તેમજ અહમદ બેલીમ અયુબભાઈને અવારનવાર ફોન કરતા અને કહેતા કે અમે પૈસા પાછા આપવાના નથી તેમજ ધમકી આપતા કે જો પૈસા માંગીશ તો તને જાનથી મારી નાખીશું. ત્યારે હાલ તો પ્રદ્યુમનનગર પોલીસે સમગ્ર મામલે મૃતક અયુબભાઈના ભાઈ ઈમ્તિયાઝ કુરેશીની ફરિયાદના આધારે એક મહિલા સહિત ચાર વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ગુનો નોંધીને તમામને ઝડપી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.